Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામો માટે આશીર્વાદ સમાન 108 ની કામગીરી.

Share

પછાત અને અંતરિયાળ ગામોવાળા નર્મદા જિલ્લામા ૧૦૮ ઈમરજન્સી સેવા છેલ્લા 14 વર્ષથી અવિરત કાર્યરત છે તેમજ સમગ્ર ગુજરાતમાં સારો એવો પ્રતિસાદ આપી લોકોનો જીવ બચાવવાનું ઉત્તમ કાર્ય કરી રહી છે. કોઈપણ પ્રકારની ઇમરજન્સી આવે કે કોવિડ જેવી મહામારી માટે હંમેશા ૧૦૮ ઇમરજન્સી સેવાના કર્મચારીઓ ખડે પગે રહી લોકોનો જીવ બચાવે છે.

આજે પણ 108 દ્વારા અંતરિયાળ ગામો મા પહોંચી 108 એમ્બ્યુલન્સની માહિતી અપાય છે તેમજ સગર્ભા બેનોને સંસ્થાકીય ડિલિવરી કરાવવા પ્રેરિત કરાય છે જેથી બાળક અને માતા બંને સ્વસ્થ રહે. વર્ષ ૨૦૨૧ ની વાત કરીએ તો નર્મદા જિલ્લામાં કુલ 17000 થી પણ વધુ કોલ 108 એમ્બ્યુલન્સને મળ્યા હતા જેમાં સૌથી વધારે પ્રેગ્નન્સીને લગતા કોલ કે જે 7296 જેટલાં હતા. વર્ષ 2021 ના જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના 365 દિવસમાં 306 જેટલી સગર્ભા બહેનોની સફળતાપૂર્વક ડિલિવરી એમ્બ્યુલન્સમા તેમજ સગર્ભાબેન એમ્બ્યુલન્સ સુધી પણ ના આવી શકે તેમને ઘરે જઈ સફળતા પૂર્વક ડિલિવરી 108 ના કુશળ અને સક્ષમ ટેક્નિશીયનો દ્વારા કરાઈ હતી. એમ્બ્યુલન્સના કુશળ અને સક્ષમ ટેક્નિશિયાનો દ્વારા બાળ મરણ અને માતા મરણ દર ઘટાડવાની સરકારની આ મુહિમમાં આ એક મહત્વનું યોગદાન દર્શાવેલ છે. શહેરી તેમજ અંતરિયાળના ગામો માટે 108 એમ્બ્યુલન્સની સેવા ખુબ અસરકારક અને સફળ સાબિત થય છે.

Advertisement

હાલની વાત કરીયે તો કોરોનાના વધતા કેસો જોતા 108 એમ્બ્યુલન્સ દ્વારા PPE કીટ તેમજ જરૂરી સાધનો સાથે પુરી રીતે તૈયારી કરવામા આવી છે જેથી જો કોરોનાના કેસ વધે તો દરેક દર્દીને આઇસોલેટ રાખી એમ્બ્યુલન્સમા હોસ્પિટલ ખસેડવામાં આવે તેમજ બીજા લોકોમાં સંક્રમણ ના ફેલાય તેમ એમ્બ્યુલન્સને સેનિટાઇઝ રાખવાની તૈયારી કરવામાં આવી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

સુરત : મહાનગરપાલિકાના ફાયર વિભાગે ફરી એક વખત સપાટો બોલાવ્યો છે. ફાયર સેફ્ટીના આભાવના કારણે શહેરની બે હોસ્પિટલ સહિત નર્સરી સ્કૂલ અને એક ટ્રેડ હાઉસને સીલ કર્યું છે.

ProudOfGujarat

મોટર સાયકલ સ્લિપ થતા મોટર સાયકલ સવારનું કમકમાટી ભર્યુ મોત…..

ProudOfGujarat

માંગરોળના વાંકલમાં સુમુલ ડેરીના ભ્રષ્ટ વહીવટના વિરોધમાં દૂધ મંડળીના પ્રમુખ મંત્રીઓની બેઠક યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!