Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા જિલ્લા જેલના તીન્કા તીન્કા એવોર્ડ મેળવનાર બંદીવાનનું જનકલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા કરાયું સન્માન.

Share

રાજપીપલાની જીતનગર ખાતે આવેલ મુખ્ય જેલમા સજા ભોગવતી મહિલા કેદીઓને જનકલ્યાણ સેવા ટ્રસ્ટ, રાજપીપલા દ્વારા ટ્રસ્ટ પ્રમુખ જ્યોતિ જગતાપ અને મંત્રી દીપક જગતાપ દ્વારા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કિટમાં સેનેટરી પેડ નંગ -12, કોપરેલ બોટલ નંગ -2, નાહવાનો સાબુ, કપડાં ધોવાનો સાબુ, કોલગેટ ટુથપેસ્ટ, ટૂથબ્રશ, બોડી લોશન, ફેસ પાવડર, સૅનેટાઇઝર બોટલ તેમજ માસ્ક-(દરેક નંગ -2) ની કીટનું વિતરણ પ્રમુખ જ્યોતિબેન જગતાપ, મંત્રી દીપક જગતાપ તથા જેલ અધિક્ષક એલ એમ બારમેરાના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે જેલ અધિક્ષક એલ એમ બારમેરા તથા જેલર કે ટી બારીયા ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ જ્યોતિબેન જગતાપે પ્રસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે મહિલા કેદીઓ જયારે જેલમાં સજા ભોગવતાં હોય છે ત્યારે એ એના બાળકો, પરિવારથી વિખુટી પડી જાય છે ત્યારે એનું ઘર તૂટે છે ત્યારે મહિલાઓ આવી ગુનાહિત પ્રવૃતિઓથી દૂર રહી સારા માનવી બનવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મંત્રી દીપક જગતાપ તથા જેલ અધિક્ષક એલ એમ બારમેરાએ પણ પ્રાસંગિક પ્રવચનો કરી બંદીવાનોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે રાજપીપળાની જિલ્લા જેલના 37 વર્ષીય બંદીવાન આશિષ કપિલભાઈ નંદાને કેદીઓના ટેલિફોન કોલ, ડેટાબેઝ અને રજીસ્ટર ગોઠવવા સંબંધિત કામ કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે. આજીવન કેદની સજા ભોગવતા બંદીવાનને તીનકા તીનકા ઇન્ડિયા એવોર્ડ ૨૦૨૧ મળતાં તેમની સારી કામગીરીને પ્રમુખ જ્યોતિબેન જગતાપે બિરદાવી તેમનું પુષ્પગુચ્છ આપી પ્રમાણપત્ર એનાયત કરી તેમનું સન્માન કરી સારા નાગરિક બનવાની શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે જેલમા જેલના કેમ્પસના પ્રાંગણમા બંદીવાન ભાઈઓ વચ્ચે કેરમ સ્પર્ધા તથા ચેસ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં બંદીવાન ભાઈઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે વિજેતાઓને જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, રાજપીપલાના પ્રમુખ જ્યોતિબેન જગતાપ અને મંત્રી દીપક જગતાપ તરફથી વિવિધ રમતોના વિજેતાઓને ઇનામ વિતરણ કરી બંદીવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. જેમાંવિજેતાઓને જન કલ્યાણ સેવા ટ્રસ્ટ તરફથી ઇનામો આપ્યા બાદ પ્રમાણપત્ર એનાયત કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચના ટંકારીયા ખાતે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ સંચાલિત મદની શિફા દવાખાના દ્વારા સર્વ રોગ નિદાન શિબિર યોજાઇ.

ProudOfGujarat

માંગણીઓ સ્વીકારો નહિ તો પરિવાર સાથે સરકાર વિરુદ્ધ મતદાન કરીશું, અંકલેશ્વર તાલુકા સેવા સદનના આઉટ સોસિંગ કર્મચારીઓની ચીમકી.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં ધોરીમાર્ગ પર ઉડતી ધુળના કારણે વાહનચાલકોના સ્વાસ્થ્ય પર જોખમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!