Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં બીટીપી અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા હુમલો કરાતા સાંસદ એ ગૃહ રાજ્ય મંત્રીને પત્ર લખી કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી.

Share

નર્મદા જિલ્લામા બીટીપીના કાર્યકરો દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણીની અદાવતે થયેલા જીવલેણ હુમલા પ્રકરણ બાદ ભરૂચ જિલ્લામા પણ બીટીપી અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા થયેલા હુમલા પ્રકરણ અંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ચિંતા સાથે રોષ વ્યક્ત કરી કસૂરવારો સામે કડક સામે પગલાં લેવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેનાં ઘેરા રાજકીય પ્રત્યઘાતો પડ્યા છે.

પત્રમાં જણાવ્યું છે કે ઝઘડીયા તાલુકાના દરીયા ગામે તા. ૦૨ જાન્યુઆરીના રોજ નવીનભાઈ બાબુભાઈ વસાવા પર બી.ટી.પી.ના આગેવાનોએ જીવલેણ હુમલો કર્યો હતો, આ હુમલામાં નવીનભાઈ વસાવાને પાઈપ વડે માર મારતા તેઓને આઠ ટકા આવ્યા હતા, આ ઘટના બન્યા પછી તરત જ હુમલો કરનારા દરીયા ગામના આરોપી રમેશ પારસીંગ વસાવા, નટવર લક્ષમણભાઈ વસાવા તથા દિનેશ મીઠાભાઈ વસાવા એમ કુલ મળીને પાંચ વ્યકિતએ નવીનભાઈ બાબુભાઈ વસાવા પર જીવલેણ હુમલો કર્યો હતો, આજે પાંચ દિવસ થવા આવ્યા છતા પણ પોલીસે આ ગુનેગારોને પકડવા નથી
કે ગામની મુલાકાતે પણ પોલીસ ગઈ નથી. આજ જ પ્રકારે બી.ટી.પી. તથા કોંગ્રેસના સરપંચની ચુંટણીમાં હારેલા ઉમેદવારોએ વિજય થયેલા લોકો પર જીવલેણ હુમલાઓ કર્યા છે.

જેમાં નેત્રંગ તાલુકાના ઘોલેગામ ખાતે તથા મુગઝ મચામડી ગામે ખુબ જ આંતક મચાવ્યો હતો, તેવી જ રીતે ઝઘડીયા તાલુકાના આમલઝર ગામે બચુભાઈ વસાવાએ તથા તેમના માણસોએ ભાજપના કાર્યકર્તા પર જીવલેણ હુમલો કર્યો હતો તથા સીયાલી ગામે ભાજપના કાર્યકર્તાની ટુ વ્હીલર સળગાવી દીધી છે તથા વાલીયા તાલુકામાં પણ આવી અનેક ઘટનાઓ ઘટી છે. પરંતુ પોલીસ તંત્ર મુકપ્રેક્ષક જોઈને ગુનેગારોને છાવરતી હોય તેમ જણાઈ છે, કેટલીક જગ્યાએ પોલીસે ફરીયાદ દાખલ કરી છે અને ભાજપના જ આગેવાનોને ગુનેગાર ઠરાવવાના પ્રયત્નો કર્યા છે. “ચોર કોટવાલને દંડે” તે પ્રકારની પરિસ્થિતીનું નિમાર્ણ થઈ રહ્યું છે, જો ગુનેગારોને તથા તોફાની તત્વોનેકડક હાથે ડામવામાં નહી આવે તો જિલ્લામાં સિધ્ધા અને સામાન્ય વ્યકિત માટે હરવું ફરવું ખુબ જ મુશ્કેલ થઈ જશે. બી.ટી.પી. તથા કોંગ્રેસના આગેવાનો તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની ચુંટણીમાં કારમાં પરાજય થતા અને ફરી ગ્રામ પંચાયતની ચુંટણીમાં બન્ને પાર્ટીના ઉમેદવારોનું ભારે ધોવાણ થવાથી તથા હાર પચાવી નહી શકવાના કારણે અને વર્ષોની સતા છીનવાઈ જવાના કારણે બી.ટી.પી. તથા કોગ્રેસના આગેવાનો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ રીતના તોફાનો મચાવી રહયાં છે અને મારા મારી કરી રહયાં છે, માટે ગૃહ રાજ્ય મંત્રીને સાંસદ મનસુખભાઇ વસાવાએ પત્ર દ્વારા લેખિત રજુઆત કરી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે. જોકે અત્રે ઉલ્લેખનીય છે સાંસદના આ પત્ર પછી ગણતરીના કલાકોમાં જ નર્મદાની બીટીપી આગેવાનને નર્મદા પોલીસે તડીપાર નો હુકમ કર્યો હતો.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

વાલિયા તાલુકાનો ૬૯મો વન મહોત્સવ વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

“આપ” નેતા ઈશુદાન ગઢવી અને સાગર રબારીની ઉપસ્થિતિમાં ભરૂચના વાગરા ખાતે આમ આદમી પાર્ટીની જાહેર સભા,રાજકીય નવા જુનીના એંધાણ.

ProudOfGujarat

ગોધરા શહેરમા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના કેરી રસની હાટડીઓ પર દરોડા.અખાદ્ય કેરી રસનો જથ્થો નાશ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!