Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળામાં ઉત્તરાયણ પૂર્વે GVK EMRI ની કરુણા એબ્યુલન્સ અને ફરતા પશુ દવાખાનાની ટીમ તેનાત કરાઈ.

Share

રાજ્યમાં ઉતરાયણ પર્વને લઈને દર વર્ષે મોટી સંખ્યામાં ઘાયલ પક્ષીઓ ધારદાર પતંગના દોરામાં ફસાઈ જતા હોય છે. અને તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોવાના કિસ્સાઓ નોંધાયા છે. જેનેલઈને રાજ્ય સરકાર દ્વારા આ અબોલા પક્ષીઓના જીવ બચાવવા માટે કરૂણા અભિયાન શરૂ કરાય છે. ત્યારે આ વર્ષેપણ શહેર અને જિલ્લામાં તા.૧૦જાન્યુઆરી થી ૨૦ જાન્યુઆરી દરમિયાન કરૂણા અભિયાન શરૂકરાશે. રાજપીપલા સહીત નર્મદા જિલ્લામાં ઉતરાયણ પર્વમાં નિઃશુલ્ક સારવાર માટે ૭ એબ્યુલન્સ તેનાત રહશે. ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓ માટે કરુણા એબ્યુલન્સ અને પશુ ચિકિત્સકોની ટીમ સજ્જ રાજપીપલા શહેર અને નર્મદા જિલ્લામાં તા. ૧૦ જાન્યુઆરી થી તા. ૨૦ જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન વન વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

શહેરમાં ઉત્તરાયણ પર્વમાં ઘવાયેલ પક્ષીની સારવાર માટે GVK EMRI ની કરુણા એબ્યુલન્સ અનેફરતા પશુ દવાખાનાની ટીમ તેનાત કરાઈ છે. જેમાં ગ્રામ્ય કક્ષાએ ફરતા દવાખાનાની ટીમ ઘાયલ પક્ષીઓને સારવાર આપશે. ઘાયલ પક્ષીઓની નિ:શુલ્ક સારવાર માટે પશુ ચિકિત્સક સહિત સાત એબ્યુલન્સ વાન ખડે પગે તેનાત રહેશે. દર વર્ષની જેમ આ વખતે પણ તા.૧૦ જાન્યુઆરી થી તા. ૨૦ જાન્યુઆરી- ૨૦૨૨ દરમિયાન વડોદરાના શહેરના વિવિધ વિસ્તારોમાં કોઈ પક્ષીઓને નુકશાન ન થાય અને તેમના જીવ બચાવવા માટે GVK EMRI, ગુજરાત રાજય પશુ પાલન વિભાગ અને ગુજરાત વન વિભાગ દ્વારા રાજપીપલા શહેર અને નર્મદા જિલ્લામાં અલગ-અલગ જગ્યાએબર્ડ કેમ્પ રખાયા છે. જેમાં ફરતું પશુ દવાખાના (MVD) પાંચ એબ્યુલન્સ સાથે કરુણાએબ્યુલન્સ મળીને કુલ સાત એબ્યુલન્સ આ સેવામાં જોડાશે. આ એબ્યુલન્સ વાન સાથે વેટરનરી ડોકટરની ટીમ પણ હાજર રહેશે. જો કોઈ ઈજાગ્રસ્ત પક્ષીને લઈને કેમ્પમાં આવશે તો તેને નિષ્ણાંત વેટરનરી ડૉકટર દ્રારા સારવાર કરી અપાશે. ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે ૧૯૬૨ ઉપર સંપર્ક સાધી શકાશે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિત્તે શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસીની અમલકેમ કંપનીમાં ગેસ ગળતર થતાં કામદારોને ગેસની અસર.

ProudOfGujarat

રાજકોટના ધોરાજીમાં તાજીયા ઉપાડતા સમયે 15 લોકોને કરંટ લાગ્યો, બે ના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!