Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : પરમહસ સુખાનંદજી સેવા ટ્રસ્ટ-સીસોદરામાં ચાલતા ગેરવહીવટ અંગે પોલીસ ફરિયાદ.

Share

નાંદોદ તાલુકાના સીસોદરા ગામે આવેલ પરમહસ સુખાનંદજી સેવા ટ્રસ્ટ ચાલે છે જેનો વહીવટ નિશ્ચલદાસજી ગુરૂ સુખાનંદ કરી રહ્યા છે. પણ આ ટ્રસ્ટમાં મનસ્વી રીતે વહીવટ થતો હોઈ ફરિયાદી સાથે થયેલ છેતરપિંડીની પોલીસ ફરિયાદ થઇ છે. ટ્રસ્ટના પાંચ ટ્રસ્ટીઓના નામો કાઢવા ઠરાવોમાં ટ્રસ્ટીની જાણ બહાર ખોટી સહીઓ કરી ગુનાહીત કાર્યકરી વિશ્વાસધાત છેતરપીંડી કર્યાની ફરિયાદટ્રસ્ટીઓએ ચેરિટી કમિશનરને પણ કરી છે. આમલેથા પોલીસમાં ફરિયાદ આપવા છતાં કોઈ કાર્યવાહી ન કરતાં નર્મદા પોલીસ વડા સહીત મુખ્યમંત્રી સમક્ષ પણ કરાઈ લેખિત ફરિયાદકરતાં આ મામલો ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

અરજદાર ફરીયાદી હીરાભાઇ રામજીભાઇ ગોયાણી, સુરતની ફરિયાદની વિગત અનુસાર ફરિયાદીપોતે સુરતના વતની છે. હાલમાં મારી સાથે છેતરપીંડી તથા ગુનાહીત વિશ્વાસધાત થયાની ફરિયાદ આમલેથા પોલીસ મથકમાં આપેલ પરંતુ ફરિયાદીની ફરિયાદ અંગે પોલીસે કોઈ કાર્યવાહી કરેલ નથી. આ બાબતે ફરિયાદીએ જિલ્લા પોલીસ વડા નર્મદાને પણ આપેલ ફરિયાદ અંગેની કાર્યવાહી કરવા લેખિત રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી તેમ ફરિયાદીનું જણાવવું છે.

Advertisement

આ અંગે ફરિયાદની વિગત જોતા અમે પહેલા ૨૦૧૦ માં મારા મિત્ર સાથે આશ્રમ માં ગયા હતા ત્યારે અમે નિશ્ચલદાસજી ગુરૂ સુખાનંદ નામના એક વ્યકિતને મળેલા જે ત્યાનો અશ્રમ ચલાવતા હતા. તે આશ્રમ નર્મદા નદી કીનારે આવેલ છે. અને મારો વેપાર રેતીનો છે તેથી આશ્રમની બાજુમા નદી કીનારે રેતીનું ભાડું હતુ. અને આશ્રમની હાલત સારી ન હતી તેથીમે નિલદાસજી ગુરૂ સુખાનંદને સલાહ આપી કે રેતી વેચી આશ્રમનો વિકાસ કરો પણ તે એમ કહેવા લાગયા કે મારી પાસે રેતી વેચવા માટે કેવી રીતે મંજુરી મેળવવી એની ખબર નથી અને તે મંજુરી માટે જે ખર્ચા થાય તેની જોગવાઇ મારા પાસે નથી. ત્યારે મે તેમની વાત સાભળી મે તેમને કહયું કે તમામ ખર્ચ અને મંજુરી લઇ આપીસ અને રેતી વેચાણ કરવા માટે મદદ પણ કરીશ. ત્યારબાદ તેમને મને હા પાડી. પછી તેમના ટ્રસ્ટ જેનું નામ પરમહસ સુખાનંદજી સેવા ટ્રસ્ટ-સીસોદરા જી.નર્મદાછે. એ ટ્રસ્ટના નામે રેતીની પરમીટ મુકી અને તે પરમીટની મંજુરી મળયા બાદ રેતીનુ વેચાણ કરી જે આવક આવી તે બધીઆવક શ્રી નિશ્ચલદાસજી ને આપવામાં આવતી હતી. તેમાથી મે પરમીટની મંજુરી માટે કરેલ ખર્ચ પાછો આપેલ હતો.તે આવકને લીધે નિશ્ચલદાસજીએ મારૂ નામ તેમના ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે નીમણુક કરી આપવો અને ટ્રસ્ટમાં ખાણખણીજ અને દરેક ઓફીસ તથા કોર્ટના તમામ કાર્ય કરવાનો પાવર તા.૧૦/૨/૨૦૧૦માં નોટરી ઘારા કરી આપેલ હતો. ત્યાર બાદ રેતીની લીઝ મેળવવા માટે રાજી થયા અને આની તમામ આવક સેવાના કામોમાં વાપરીસુ તેમ નકકી કરવા બાદ પછી ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓની સંમતીથી હીરાભાઇ રામજીભાઇ ગોયાણીએ તા.૫/૭/૨૦૧૧ના રોજ લીઝની અરજીઓ કરેલી. અને તે અરજીઓનો તમામ ખર્ચ
હીરાભાઇ રામજીભાઇ ગોયાણીએ કરેલ હતો.ત્યાર બાદ તા.૪/૪/૨૦૧૪માં લીઝની અરજી નામંજુર થઇ હતી.અને ત્યાર બાદ તા.૯/૭/૨૦૧૪ ના રોજ રીવીઝન અરજી કરેલી. તે રીવીઝનન ઓર્ડર માટે વકીલ રોકી હાઇ કોર્ટ માથી લીઝની કાર્યવાહી આગળ ધપાવવા માટે હાઇ કોર્ટ માથી ઓડર મળી ગયેલ. તેઓર્ડરના આધારે રીવીઝનન અરજી તા.૩/૫/૨૦૧૬ના રોજ સુનાવણી થઇ હતી. સુનાવણી બાદ તા.૨૩/૬/૨૦૧૬ મા સુનાવણી નો ૧૦-૧૦ હેકટરની બે લીઝ પુરતો ઓડર મળી ગયેલો. ઓર્ડર કરનાર અધીકારી ( એપેલેટ ઓથોરીટી અધીકારી ઉપયોગ અને ખાણ વિભાગ ગાંધીનગર) ત્યારબાદ પરમહંસ સુખાનંદજી સેવા ટ્રસ્ટ-સીસોદરા જી.નર્મદામા હીરાભાઇ રામજીભાઇ ગોયાણીનું નામ ટ્રસ્ટમાં ચડેલ ન હતુ. તેથી ફરીથી તા.૩/૩/૨૦૧૭ના રાજ ટ્રસ્ટમાં ઠરાવ કરી નામ ચડાવવા માટે જાહેર ટ્રસ્ટની નોધણી કચેરી (ચેરીટી કમીશનર ઓફીસ)મા ફરી અરજી કરેલ હતી. આ ઠરાવમા લીઝ મજુર કરી છે. તેનો ઉલલેખ પણ કરેલ છે. ત્યાર બાદ (ઇ. સી.) પરયાવરણની મંજુરી મેળવી અને મઇનીગ પ્લાન બનાવી ખાણખનીજ ઓફીસમાં રજુ કરેલ છે.તેમાં પણ કેરોપમાં નામ હીરાભાઈ રામજીભાઇ ગોયાણીનુ આવે છે. જાહેર ટ્રસ્ટની નોધણી કચેરી (ચેરીટી કમીશનર ઓફીસ)માં નિશ્ચલદાસજીએ પરમહંસ સુખાનંદજી સેવા ટ્રસ્ટ-સીસોદરામા ચેરીટી કમીસનરઓફીસ ખોટા ફેરફાર રીપોટ તા.૧.૪.૨૦૧૮ રજુ કરી પછી તા.૧૩/૦૭/૨૦૧૮ રદ કરાવે છે.તા.૨૧/૧૨/૨૦૧૮ના રોજ સ્ટેમ્પ પર જાતે નિશ્ચલદાસજી નોટરી કરી જાહેર કરે છે કે ટ્રસ્ટના કાઇ પણ પુરાવાની છેડછાડ કરવી એ ફોજ દારી ગુનો બને છે તેમ છતા તે ખોટાખોટા ઠરાવ કરે છે જાહેર ટ્રસ્ટની નોધણી કચેરી (ચેરીટી કમીસનર ઓફીસ)માં નિશ્ચલદાસજીએ પરમહંસ સુખાનંદજી સેવા ટ્રસ્ટ-સીસોદરા મા હીરાભાઇ રામજીભાઇ ગોયાણીનું નામ ચડાવવા આપેલ હતુ. પરંતુ નિશ્ચલદાસજીએ બીજાના નામ ચડાવવા ચેરીટી કમીશનર ઓફીસમાં તા.૨૧.૧૧.૨૦૧૮ના રોજ લેટર લખી જણાવેલ છે કે ઠરાવ ખોટા છે અને બધાને મોખીક કહે છે કે મે કરેલ પાવર ઓફ ઓટની કરાવી નાખી છે પરંતુ આજ સુધી કોઇ પણ જાતનો પુરાવો કોઇ બતાવેલ નથી કે આપેલ નથી માટે ફેરફાર રી. નં. ર૯/૨૦૧૮ નો કેસ હીરાભાઇ રામજીભાઇ ગોયાણીએશ્રી નિશ્ચલદાસજી સામે કરેલ છે તેનુ નીરાકરણ આવતા પહેલા નિશ્ચલદાસજીએ લીઝ વેચાણ ઉમેશભાઇ ગેમલભાઇ ઓડને વેચાણ કરી તેનો પુરાવો અમારી પાસે છે કલેકટર ઓફીસમાં કરારખત કરીને લીઝ ચાલુ કરી દીધી તેની અમને જાણ થતા નિશ્ચલદાસજીને કહેવા ગયા કે તમે લીઝ વેચી તે ખોટુ કરેલ છે અને અમને લીઝ ન ચલાવવા આપવી હોઇ તો અમને અમારો લીઝ મંજુર કરાવવામાં જેખર્ચ થયેલ છે તે પરત કરી આપો તો નિશ્ચલદાસજી અને તેના તુલસીદાસ તથા પાંચ વ્યકિત હતા તેમાથી એક નિલેશ રમેશભાઇ પટેલ તે બધા ભાગા થઇને અમને
ધમકાવવા લાગ્યા આજે આવ્યા છે પણ બીજી વખતે આવ્યા તો તમારા હથ પગ ભાંગીનાખસુ તેમજ ઘણુ બધુ બીજુ ગમેતેમ બદ વાપરી અમને ત્યાથી ભગાડી દીધા ત્યારબાદ આવે જાહેર ટ્રસ્ટની નોંધણી કચેરી (ચેરીટી કમીશનર ઓફીસ)માથી કે કેસ પાછોખેચવા માટે ધમકી આપે છે કે કેસ પાછો ખેચો નહી તો જીવથી જસો એવી ધમકી આપે છે. મારા જાણ બાર નિશ્ચલદાસજીએ બારોબાર લીઝ વેચીલીઝ લાનાર ઉમેશ ગેમલ ઓડ ચેરીટી કમીશનર ઓફીસમાં કેસ ચાલતો હતો તે બાબત કલેકટરને છુપાવી કલેકટર પાસે એગ્રીમેન્ટ કરાવી લીધો કલેકટરે અને ખાણખનીજ ઓફીસરે કાઇ ચેક કરયા વગર એગ્રીમેન્ટ કરી લીઝ ચાલુ કરી આપી છે.જેથી હાલમાં લીઝ બંધ કરી ચેરીટી કમીશનર ઓફીસમાં કેસ ન પુરો થાય ત્યા સુધી સ્ટે મુકી લીઝ બંધ રાખવા મારી અરજ છે. જે લીઝની આવક સેવાના કામમાં વપરાવી જોઇએ તે આવક ગેરમાર્ગે વાપરવામાં આવે છે અને જાહેર ટ્રસ્ટની લીઝનુ વેચાણ કરવુ એ ગુનાહીત કાર્ય છે તેની જાણ હોવા છતા પણ નિશ્ચલદાસજીએ ટ્રસ્ટની લીઝનુ વેચાણ કરેલ છે. હવે અમને જીવથી મારી નાખવાની ધમકી આપે છે તેથી આ બાબતે કડક પગલા લઇ તેમણે રક્ષણની પણ માંગ કરી હોવાનું જાણવા મળેલ છે.

આ અંગે લેખિત ફરિયાદ પી.એસ.આઇ. આમલેથા, એસ.પી.નર્મદા. કલેકટર નર્મદા., મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી નર્મદા.(ઉધયોગ અને ખાણ-ખનીજ કમીશનર,ગાંધીનગર. મુખ્યમંત્રી ગાંધીનગર. જાહેર ટ્રસ્ટની નોધણી કચેરી (ચેરીટી કમીશનર ઓફીસ) જી.નર્મદા,ને પણ કરેલ છે.

આ અંગે ચેરિટી કમિશ્નર નર્મદાને પણ ટ્રસ્ટના નામે ચાલતી લીઝની માહિતી આપવા બાબત

પરમહંસ સુખાનંદ ટ્રસ્ટના નામે બે લીઝો ચાલી રહેલ છે. ટ્રસ્ટના બંધારણમાં માઇનીગ કરવાનો કોઈ હેતુ ન હોવાથી બંધારણમાં ફેરફાર ન થાય ત્યાં સુધી માઇનીંગ કામ સ્થગિત કરવા વિનંતી કરી છે અમો ટ્રસ્ટીઓને કોઈ પણ જાણ કર્યા વગર મહંત નિચલદાસ મહારાજ કે જેઓ ટ્રસ્ટના પ્રમુખ છે.તે ટ્રસ્ટઓની જાણ બહાર બધો વહીવટ કરે છે. જેથી હમો ટ્રસ્ટીઓ નારાજ છીએ અને આ લીઝો બંધ કરવા ટ્રસ્ટીઓએ લેખિત રજુઆત ચેરિટી કમિશનરને કરી છે. ટ્રસ્ટીઓની જાણ બહાર નિકુલ મહારાજે લીઝોને બીજા વ્યકિતને વેચાણથી કે ભાડે આપેલ છે. આ બાબતે અમને કોઇ પણ પ્રકારની જાણ કરી નથી. નિશ્ચલદાસ મહારાજ ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટીઓના નામ ટ્રાન્સફર કરવા પ્રયત્ન કરી રહયા છે. પ્રમુખ દરેકને વિશ્વાસમાં લીધા વિના એમની મનમાની કરી રહયા છે.ટ્રસ્ટીઓની બહુમતી સિવાય કોઇ પણ કાર્ય કરી શકાય નહીં તેમ છતાં મહારાજ એમની મનમાની કરી ટ્રસ્ટમાં ગેરરીતી કરી રહયા છે
અમો ટ્રસ્ટીઓ હજી પી.ટી.આર.માં ચાલુ ટ્રસ્ટી છે.તેમ જણાવેલ છે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

પ્રેમની વચ્ચે ધર્મ આવીને ઊભો રહી ગયો છતાં સચિન પાયલોટ અને સારાહ અબ્દુલાનો પ્રેમ અતુટ રહ્યો

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના પાણેથા પંથકમાં ઓવરલોડ રેતી ભરેલા વાહનોનો ત્રાસ.

ProudOfGujarat

ઝઘડીયા : આરોગ્ય સંજીવની વાનના સ્ટાફ દ્વારા વડાપ્રધાનના ૭૧ માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!