Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદામાં ફરી એકવાર કોરોનાની એન્ટ્રી : મહારાષ્ટ્રથી આવેલ યુવકનો કોરોના પોઝીટીવ.

Share

લગભગ સાત મહિનાના લાંબા સમય પછી નર્મદા જિલ્લામાં ફરી એકવાર કોરોનાની એન્ટ્રી આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે! દીકરાને મળવા મહારાષ્ટ્રથી લાછરસ ગામના પિતાનો કોરોના પોઝીટીવ કેસ આવતા તેને રાજપીપલા કોવિડ હોસ્પિટલમા સારવાર હેઠળ દાખલ કરાયા છે. આ નવો કેસ નવા વેરીએન્ટ ઓમીક્રોન પણ હોઈ શકે તેવી શક્યતાને ધ્યાને લઈ આરોગ્ય વિભાગે તેમના સેમ્પલ ગાંધીનગર લેબોરેટરીમાં મોકલ્યા છે. રિપોર્ટ આવ્યા પછી ખ્યાલ આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા કેસ જૂન 21 માં આવ્યા પછી કોરોનાના કેસો આવતા બંધ થયાં હતા અને છેલ્લા સાતેક મહિનાથી કોરોના લગભગ નાબૂદ જ થઈ જતા લોકોએ રાહતનો દમ લીધો હતો. પણ હવે લાંબા સમય પછી નર્મદામાં ફરી એકવાર કોરોનાની એન્ટ્રી થતાં ચિંતાનો વિષય બન્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ પોઝીટીવ દર્દી વાવડી ગામમા પણ ફર્યા હતા. જોકે ઓમીક્રોન હોય તો તેનો ફેલાવો ઝડપથી થાય છે ત્યારે આરોગ્ય વિભાગ સત્વરે આરોગ્યલક્ષી પગલાં લે તેવી પણ માંગ છે તેમજ કોવિડ હોસ્પિટલમા કોરોના કે ઓમીક્રોનના કેસો આવે તો તેની સારવાર અંગેની સુવિધાઓ હોસ્પિટલમાં થવી જોઈએ. એવી પણ આમ જનતાની માંગ છે. રાજપીપલા સહીત નર્મદામાં કોવિડ 19 ના નિયમોનું કડક પાલન થાય એ માટે તંત્ર કાર્યવાહી કરે અને આમ જનતા પણ કોવિડ 19 ના નિયમોનું કડક પાલન કરે એ જરૂરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

માંગરોળના ધામડોદ ખાતે આગામી સોમવારે એન.એચ.૪૮ નેશનલ હાઇવે પરનો વાહન વ્યવહાર થોડા સમય માટે ડાયવર્ટ કરાયો.

ProudOfGujarat

ખેડા : વીજ કર્મચારીઓની પડતર માંગણીઓ અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ગેરકાયદેસર રીતે અનાજની હેરાફેરી કરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!