Proud of Gujarat
FeaturedGujaratINDIA

“ઓલ ઇન્ડિયા પોલીસ સ્ટેટ સીલેક્શન બેડમિન્ટન ટુર્નામેન્ટ” માં નર્મદા પોલીસનું ગૌરવ વધારતા વિરભદ્રસિંહ રાઠોડ.

Share

“ઓલ ઇન્ડિયા પોલીસ સ્ટેટ સીલેક્શન બેડમિન્ટન ટુર્નામેન્ટ” માં નર્મદા પોલીસનું ગૌરવ વિરભદ્રસિંહ રાઠોડે વધાર્યું છે તેમણે મેન્સ સીંગલ્સ અને મેન્સ ડબલ્સ બન્ને કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવતા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહે તેમનું સન્માન કર્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર “ઓલ ઇન્ડિયા પોલીસ સ્ટેટ સીલેક્શન બેડમિન્ટન ટુર્નામેન્ટ” માં નર્મદા પોલીસનું ગૌરવ વધારવા બદલ પોલીસ અધીક્ષક, નર્મદા હિમકર સિંહ દ્વારા વિરભદ્રસિંહ હરેન્દ્રસિંહ રાઠોડને પ્રશંસાપત્ર અને બુકે આપી સન્માન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે તા.૩૦-૩૧/૧૨/૨૦૨૧ ના રોજ મહેસાણા ખાતે “ઓલ ઇન્ડિયા પોલીસ સ્ટેટસિલેક્શન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં યોજાયેલ, જે ટુર્નામેન્ટની મેન્સ
સીંગલ્સ અને મેન્સ ડબલ્સની કેટેગરીમાં નર્મદા જીલ્લા પોલીસ વિભાગ તરફથી ઓપનકેટેગરીમાં વિરભદ્રસિંહ હરેન્દ્રસિંહ રાઠોડે ભાગ લીધેલ. જેમાં મેન્સ સીંગલ્સ અને મેન્સ ડબલ્સ બન્ને કેટેગરીમાં તેઓએ પ્રથમ સ્થાન મેળવેલ. જેઓએ ગુજરાત રાજ્યપોલીસ વિભાગમાં એક રમતવીર તરીકે તેમની તેમજ નર્મદા જીલ્લાની એક આગવી ઓળખ ઉભી કરેલ. જે બદલ નર્મદા જીલ્લા પોલીસ પરિવાર વતી પોલીસ અધીક્ષક નર્મદા હિમકર સિંહ દ્વારા તેઓનું બહુમાન કરવામાં આવ્યુ હતું.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ગોધરા પાલિકાના કર્મીઓ પોતાની માંગણીઓ સામે અડગ ત્યારે જાણો પાલિકાએ શુ કહ્યુ.

ProudOfGujarat

વિરમગામ શહેરમાં વિઘ્નહર્તા ગણપતિ બાપાના વિવિધ રૂપ

ProudOfGujarat

પાલેજ પંચાયત દ્વારા ત્રણ દિવસથી અનોખી રીતે સમાજ સેવા કરવામાં આવી રહી છે.જાણો કેવી રીતે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!