Proud of Gujarat
INDIAFeaturedGujarat

ગુજરાત સીને મીડિયા સ્પેશ્યલ એચિવમેન્ટ એવોર્ડ 2021 થી નર્મદાના સિંધા પરિવારના ત્રણ સદસ્યોને સન્માનિત કરાયા.

Share

ગુજરાત સીને મીડિયા સ્પેશ્યલ એચિવમેન્ટ એવોર્ડ 2021 થી નર્મદાના સિંધા પરિવારના ત્રણ સદસ્યોને સન્માનિત કરાયા હતા. જેમાં વિનામુલ્યે કેન્સર નિદાન માટે ડો.દમયંતીબા સિંધાને, દીકરી દેવાંશીબાને તલવારબાજી માટે અને શિક્ષણક્ષેત્ર માટે પ્રદીપસિંહ સિંધાને એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
ગુજરાત સીને મીડિયા સ્પેશ્યલ એચિવમેન્ટ એવોર્ડ 2021 ગ્રીવા પ્રોડ્યુસર દ્વારા વડોદરા મુકામે ગુજરાતના ગૌરવ સમાન સામાજીક કાર્યક્રર, સાહિત્યકારો ઉદ્યોગપતિ, પત્રકાર, સંગીત તેમજ ફિલ્મ સાથે જોડાયેલા કલાકાર-કસબીઓ અને ગુજરાતનુ ગૌરવ વધારનારને એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. સેવા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ સંસ્કારી નગરી વડોદરા ખાતે સુરતના જાણીતા ઉદ્યોગપતિ જેણે 4500 જેટલી દીકરીઓનું પોતાના ખર્ચે કન્યાદાન તેમજ કરિયાવર આપી દીકરીના લગ્ન કરાવનાર મહેશભાઈ સવાણી, શિક્ષણ જગતના લોકપ્રિય પૂર્વ શિક્ષણ અધિકારી અને પૂર્વ ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ અમદાવાદ શહેરના શિક્ષણ અધિકારીના હસ્તે માનવ સેવાના ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ડો. દમયંતીબા સિંધા, દેવાંશીબા સિંધા તથા પ્રદિપસિંહ સિંધાને સન્માનિત કરી એવોર્ડ આપવામાં આવ્યા હતા.

આ સિંધા પરિવારે રાજપૂત સમાજ સાથે આખા ગુજરાતનુ અને રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે. મોરના ઇંડા ચીતરવા ના પડે એ કહેવત અનુસાર દીકરી દેવાંશીબાને રાજપૂત બાઈસા તલવારબાજીનો એચિવમેન્ટ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. જયારે પ્રદિપસિંહસિંધાને શિક્ષણ ક્ષેત્રની કામગીરી બદલ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તથા સામાજિક કાર્યકર તરીકે સેવાની ધૂણી ધખાવી અંતરિયાળ ગામો સુધીસેવાની જ્યોત જલાવનાર કેન્સર સ્પેશશીયલિસ્ટ ડો દમયંતીબા સિંધા કે જેઓ વિનામૂલ્યે કેન્સરનો ઈલાજ કરે છે અને કોરોનામાં ખૂબ સારી સેવા આપી નિ:સ્વાર્થ ભાવે દર્દીઓની સેવા કરી અસંખ્ય દર્દીઓને સાજા કર્યા. ઉકાળાનું વિતરણ કર્યું. કોરોના કીટનું વિતરણ કરી અસંખ્ય લોકોને મોતના મુખમાંથી ઉગાર્યા તેઓ સાચા અર્થમાં કોરોના વોરિયર્સ બન્યા છે. એવા માનવતાવાદી ડૉ.દમયંતી બા કેન્સર જેવી દારૂણઅને મોંઘી બીમારીની સારવાર માત્ર એક રૂપિયામાં કરે છે. એ પણ પોતાના માટે ગાયના સંરક્ષણ માટે કરે છે અને આમ ગૌ સેવા કરે છે. દમયંતી બા વનસ્પતિ અને જડીબુટ્ટીમાંથી દવા તૈયાર કરે કેન્સર, લકવા, ડાયાબિટીસ, નિસંતાન, ચામડીના રોગો, સફેદ કોઢ, કિડનીની પથરીનો ઈલાજ કરે છે. અને કેન્સરની દવા બનાવી અનેક લોકોની સારવાર કરે છે. લકવાના દર્દીઓને વનસ્પતિમાંથી દવા પીવડાવી જે દર્દીઓ પથારીવશ હતા અને આજે ઉભા કર્યા છે. કોરોના દર્દીઓને પણ સારવાર કરી કોરોના પોઝિટિવમાંથી સાજા કરી નેગેટિવ બનાવ્યા છે. 0 થી 12 વર્ષના બાળકોને વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપા પુષ્ય નક્ષત્રમાં વિનામૂલ્યે પીવડાવે છે. આવી અનેકવિધિ સેવાઓ માટે તેમને સન્માનિત કરાયા હતા.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ” અમૃત કળશ યાત્રા” ના આયોજન અંગે મીટીંગ યોજાઈ

ProudOfGujarat

ધર્મસિંહ દેસાઈ યુનિવર્સીટીની ફાર્મસી ફેકલ્ટીના ડો. બી. એન. સુહાગિયાને લાઈફ- ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ મળ્યો.

ProudOfGujarat

નડિયાદમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે રાવણ દહન કરાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!