આજ રોજ રાજ્ય સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે હાથ ધરાયેલ રાજ્યવ્યાપી “સુશાસન સપ્તાહની ઉજવણી” ના ભાગરૂપે આજના છઠ્ઠા દિવસે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ મંત્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદી, આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી નરેશભાઇ પટેલ તેમજ સાંસદ મનસુખભાઇ વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં રાજપીપલા શહેરના સરદાર ટાઉન હોલ ખાતે “સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી તથા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા લાભાર્થીઓને પ્રતિકરૂપે રોજગાર નિમણૂંક પત્રો, એપ્રેન્ટિસશિપ કરારપત્રો, ઇ-શ્રમ કાર્ડની સાથોસાથ નોંધારાના આધાર પ્રોજેક્ટ હેઠળ ૩ લાભાર્થીઓને ઇ-શ્રમ કાર્ડ સહિત કુલ-૧૮ જેટલા લાભાર્થીઓને રોજગાર નિમણૂંકપત્રો, એપ્રેન્ટિસશિપ કરારપત્રો અને ઇ-શ્રમ કાર્ડ એનાયત કરવામાં આવ્યા.
આ પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતમાં રાજ્યકક્ષાએ યોજાયેલ સુશાસન સપ્તાહ ઉજવણી કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌ મહાનુભાવોએ નિહાળ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સૌ મહાનુભાવોને તથા લાભાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલ બિહારી વાજપેયીજીના સુશાસનના સિધ્ધાંતોને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આગળ ધપાવી રહ્યા છે. જેના મીઠા ફળો આજે છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે અને સુશાસનની લાગણી અનુભવી રહ્યાં છે. શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણીની સાથે આઈ.ટી.આઈ. જેવી અનેક સંસ્થાઓ ઉભી કરીને યુવાનોને રોજગારી પુરી પાડીને આત્મનિર્ભરતાનુ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે તથા વનબંધુ યોજના, પ્રધાનમંત્રી સન્માન નિધિ જેવી વિવિધ અનેક યોજનાઓ જરીયાતમંદો લોકો માટે આશિર્વાદ રૂપ બની છે અને આદિવાસી સમાજની કાયાપલટ થઇ છે. ઉપરાંત આજરોજ તારીખ ૩૦/૧૨/૨૦૨૧ ના રોજ પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન, ભરૂચ ખાતે પણ શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા “સુશાસન સપ્તાહ ” નિમિતે રોજગાર નિમણુક પત્રો ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ માં વિતરણ કરવામાં આવ્યા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
રાજપીપલા ખાતે વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો.
Advertisement