Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદાના પ્રતાપપુરા ગામના રાજેશભાઈ વસાવાને રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ પશુપાલકનો દ્વિતીય એવોર્ડ મળ્યો.

Share

નર્મદાના પ્રતાપપુરા ગામના આદિવાસી પશુપાલક રાજેશભાઈ વસાવાને પહેલી વખત રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ પશુપાલકનો દ્વિતીય એવોર્ડ મળ્યો છે. તેમને જામનગર ખાતે કેન્દ્રીય કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે રૂપિયા 30 હજારનો ચેક અને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. આ સાથે જિલ્લા કક્ષાનો બેસ્ટ આત્મા ફારમર્સનો એવોર્ડ પણ રાજેશ વસાવાને મળ્યો છે. જેમાં રાજપીપલા ખાતે રાજેશભાઈને રૂ.25 હજારનો આ એવોર્ડ આત્મા ગુજરાત સબ મિશન ઓન એગ્રીક્લચર એક્સટેન્શન દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો.

જેમાં શ્રેષ્ઠ પશુપાલક માટે મૂલ્યવર્ધન પ્રોડક્ટ, દૂધ ઉત્પાદન, પશુ રહેઠાણ વ્યવસ્થા, અને પશુ તંદુરસ્તી માટે તેમની ઉત્તમ કામગીરી બદલ આ એવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. એવોર્ડ વિજેતા શ્રેષ્ઠ પશુપાલક રાજેશ વસાવાએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા પાંચ વર્ષથી ગૌ વર્ધન આધારિત કામગીરી કરી રહ્યા છે. એમની પાસે 30 જેટલી ગીરની ગાયો અને 35 જેટલી બન્ની અને મહેસાણી ભેંસોનો તબેલો ધરાવે છે. જેમાંથી સારુ એવુ દૂધ ઉત્પાદન મેળવી તેમાંથી દહીં, છાસ, ઘી બનાવી વેચાણ કરી સારુ એવી આવક મેળવી રહ્યા છે. એ ઉપરાંત ગૌમય આધારિત ધૂપ બત્તી, ગાયના છાણમાંથી દીવડા, ગૂગલ કપ, તેમજ ક્લાત્મક આર્ટિકલ ઉપરાંત ગૌમૂત્રમાંથી ગોનાઈલ (દેશી ફિનાઈલ ), અને ખેતી માટે જીવામૃત બનાવે છે તેના ઉપયોગ દ્વારા ખેત ઉત્પાદન પણ વધારે મેળવે છે એ ઉપરાંત ખેડૂતોને રાજેશભાઈ તાલીમ અને માર્ગદર્શન પણ આપે છે

નર્મદાના એક આદિવાસી પશુપાલકને રાજ્ય કક્ષાની શ્રેષ્ઠ પશુપાલકનો એવોર્ડ મળતાં નાયબ પશુપાલક નિયામક જગદીશ વસાવા, ડો જીગ્નેશ દવે, તેમજખેતીવાડી અધિકારી સતીષ ઢીમ્મરે રાજેશ વસાવાને અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

પ્રતાપનગર-કેવડિયા વચ્ચેની મેમુ પેસેન્જર ટ્રેન 28 જુલાઈ સુધી રદ કરાઈ.

ProudOfGujarat

સત્યના કાજે કરબલાના મેદાનમાં શહીદી વહોરનારા શહીદોની અનોખી ગાથા…

ProudOfGujarat

હવે સગીરા બર્થડે પાર્ટીમાં જાય તે પણ જોખમકારક…..અંકલેશ્વરનો ચોંકાવનારો બનાવ….જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!