Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળામાં દેશભક્તિની થીમ આધારિત રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

Share

દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ના ભાગરૂપે પંચ દિવસીય હાથ ધરાયેલ “નદી ઉત્સવ”ની રાજ્યવ્યાપી ઉજવણીને અનુલક્ષીને નર્મદા નદીના સાનિધ્યમાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કરજણ જળાશય યોજના સિંચાઇ વિભાગના સંયુક્ત ઉપક્રમે ગઈકાલે સાંજે ગરૂડેશ્વર મહાદેવ મંદિર ખાતે દેશભક્તિની થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.

નૃત્ય રાગીની પર્ફોર્મીન્ગના કલાવૃદોએ ગણેશ વંદના,રીવર ડાન્સ કલાસિકલ , નર્મદા અષ્ટકમ, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, દેશ રંગીલા, એ દેશ હે વીર જવાનો કા, જય હો વગેરે સહિતના વિવિધ ૧૨ જેટલાં નદીઓની મહતા દર્શાવતા દેશભક્તિના ગીતો-લોકગીતો રજૂ કરાયા હતા.

આ પ્રસંગે કરજણ ડેમના કાર્યપાલક ઈજનેર એસ. એમ. પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી પી. એ. હાથલીયા, નાયબ કાર્યપાલક ઈજનેર એ.એસ. ઠકકર, અધિક મદદનીશ ઈજનેર પી. સી. પટેલ, મદદનીશ ઈજનેર હિતેશભાઈ વસાવા સહિત નર્મદા પરીક્રમાવાસીઓ, ગ્રામજનો ઉપસ્થિતિ રહ્યાં હતાં.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

કરજણ ટોલ નાકા પર સ્થાનિકોને ટોલ ટેક્ષમાંથી મુક્તિની માંગ સાથે મૂળ નિવાસી એકતા મંચ દ્વારા આવેદનપત્ર પાઠવાયુ.

ProudOfGujarat

નડિયાદ : કોરોનાના કેસો અંગે અગમચેતીના ભાગરૂપે જિલ્લા આરોગ્ય વિભાગ સજ્જ

ProudOfGujarat

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે વર્કશોપ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!