Proud of Gujarat
INDIAFeaturedGujarat

નર્મદાના બીટીપી અધ્યક્ષ ચૈતર વસાવાની ધરપકડ કરવા ભાજપા અને બોગજ ગ્રામજનોની માંગ.

Share

રાજકીય નકસલવાદ પ્રવૃતિઓ કરી ગામમાં આંતક, ઘમકીઓ અને ગેરકાનુની પ્રવૃતિઓ કરનારા નર્મદાના બીટીપી અધ્યક્ષ ચૈતર વસાવાની
હિસાત્મક પ્રવૃતિનો વિરોધ કરી તેમની ધરપકડ કરવાની માંગ કરી તેમની સખત કાર્યવાહીની માંગ કરી છે. આ અંગે ડેડીયાપાડા ખાતે ડેડીયાપાડા ભાજપા તથા બોગજ ગામના નાગરિકો દ્વારા પૂર્વ વનમંત્રી મોતીલાલ વસાવાની આગેવાનીમા મુખ્યમંત્રીને ઉદ્દેશીને પ્રાંત અધિકારી, મામલતદારને એ
આવેદનપત્ર આપ્યું હતું.

આ પ્રસંગે માજી વન મંત્રી મોતીલાલ વસાવા, ભાજપા આગેવાનો શંકર વસાવા, રણજીત ટેલર તથા બોગજ ગામમાં નાગરીકોએ આવેદનપત્ર દ્વારા રજુઆત કરતાં જણાવ્યું હતું કે ચૈતરભાઈ દામજીભાઈ વરવા ભારતીય ટ્રાઈબલ સેનાના અધ્યક્ષ છે. જેઓ ખુબ જ ગેરકાનુની, ગેરકાયદેસરની પ્રવૃતિ કરે છે અને તેઓની માનસિકતા ક્રિમીનલ છે તેઓ દારૂ જુગારની પ્રવૃતિઓ કરાવે છે અને ખંડણી ઉઘરાવવા માટે લોકોને દબાણ કરે છે, ખોટા ખોટા કેસમાં સંડોવે છે, નિદોર્ષ લોકો સામે ખોટી ફરીયાદ કરાવે છે, નિદોર્ષ લોકો સામે ખોટી ફરિયાદ કરાવે છે. તેઓ સામે સંખ્યાબંધ કેસો થયેલા છે અને અગાઉ પાસાના કેસ પણ થયેલ છે. ચૈતરભાઈ દામજીભાઈ વસાવા સામે ગુન્હા નોંધાયા બાદ ધાકધમકી આપી સમાઘાન કરે છે અને કરાવે છે અને સમાધાનમાં ખુબ મોટી રકૂમ ડરાવી ધમકાવી મેળવે છે. અને લોકોને ડર ઘુસાડી પોતાની દબંગીરી કરે છે, ચૈતરભાઈ દામજીભાઈની ગુન્હાહીત પ્રવૃતિ દેડીઆપાડા સાગબારા અને નેત્રંગ તાલુકામાં છે અને તેઓ સામે આજદીન સુધી ૧૨ થી વધુ ગુન્હાઓ ડેડીયાપાડા પોલીસ મથકમાં 7 ગુનાઓ, અને રાજપીપલા, કેવડિયા અને સાગબારા પોલીસ મથકોમાં પણ ગુનાઓ નોંધાયા છે.

Advertisement

આ સિવાય અનેક ગુનાઓ તેઓ સામે નોંધાવવા લોકો હિંમત કરતા નથી. કારણ કે જે ગુના નોંધાવે તો તેઓની સામે પણ ખોટા ગુન્હા નોંધાવવાની ધમકી આપતા હોય છે. તેથી તેઓ સામે કોઈ ફરિયાદ કરતા નથી. એ ઉપરાંત અગાઉ ચૈતરભાઈ દામજીભાઈ વસાવા સી પીઆઈ ચૌધરીને પણ ધમકી આપેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ પોલીસ અધિકારી સામે પણ વાતચીત કરી ધમકી આપતા ડરતા નથી. અનેતેઓ સામે ગુન્હા નોંધાયેલ છે. જે હાલ ન્યાયધીન છે. તેમજ ચૈતરભાઈ દામજીભાઈ વસાવાએ હાલમાં પણ દેડીઆપાડા તાલુકાના બોગજગામમાં ગ્રામ પંચાયતની ચુંટણીમાં ઘણા બધા લોકોને દારૂ પીવડાવી પોતાના મસલ્સ પાવરનો ઉપયોગ કરી નાણાંકીય જોરે ચુંટણી જીતવા સતીષભાઈ કુંવરજીભાઈ વસાવા પર જીવલેણ હુમલો કરી મારી નાંખવાનો પ્રયાસ કરેલ.અને લુટફાટ કરેલ. આમ ચૈતરભાઈ દામજીભાઈ વસાવા જેઓ રાજકીય પદાધિકારી હોય પોતાના હોદ્દાના જોરે પોલીસ
તંત્ર પર ધાકધમકી આપી કેટલાક લોકોના રહેમ નજરે ભાગી જાય છે અને પછી લોકો પર જબરજરાતી કરી સાહેદોને ફોડી નાંખે છે. ધમકીઓ આપે છે. આમ તેઓને ક્રિમીનલ પ્રવૃતિ ડામવા માટે ગુજરાત ગુંડાધારા અન્વયે ઘરપકડ કરવાની માંગ કરી છે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચમાં મુંબઈથી આવેલા બે લોકો સહિત કોરોના પોઝિટીવ દર્દીની પત્નીનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો.

ProudOfGujarat

રાજપીપળા : કુબેર ભંડારી મંદિર આજથી કોરોનાના બે મહિનાના લોકડાઉન બાદ પુનઃ ખુલતા ભક્તો ઉમટ્યા.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે જન્માષ્ટમી નો કાર્યક્રમ ધામ ધુમ થી ઉજવવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!