નર્મદા જિલ્લામા વન્ય પ્રાણીના ચામડાની હેરાફેરી ઝડપાતા વન વિભાગ ચોકી ઉઠ્યું છે. જેમાં 15 લાખની કિંમતના વાઘ જેવા વન્ય પ્રાણીના સુકા ચામડુ પકડાયું છે. જેમાં ગુનામાં વપરાયેલ ટાટા હેરીયસમ ગાડી, બે મોબાઈલ, રોકડ રકમ સહિત કૂલ રૂપિયા.૧૫,૫૭,૪૮૫/- નો મુદ્દામાલ કબજે કરી એક ઈસમની સાગબારા પોલીસે ધરપકડ કરી છે. જોકે વાઘ જેવા વન્ય પ્રાણીની હત્યા કરી ચામડું ઉતારી લઈને લે વેચકરી નાણાં કમાવવાની કરવાની આશંકા વ્યક્ત થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ટાટા હેરીયર ગાડી નંબર-MH 19 cy3112 માં વાઘ જેવા વન્ય પ્રાણીના સુકા ચામડાની હેરાફેરી કરતા એક ઈસમને સાગબારા પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હિમકરસિંહ પોલીસ અધિક્ષક નર્મદાએ જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઈસમો ઉપર વોચ રાખી કડક કાર્યવાહી કરવા સુચના અને નિર્દેશના પગલે રાજેશ પરમાર નાયબ પોલીસ અધિક્ષક રાજપીપલા ડિવિઝન તથા પી.પી.ચૌધરી સર્કલ પોલીસ ઈન્સ્પેકટરના માર્ગદર્શન હેઠળ કે.એલ.ગળચર પોલીસ સબ ઈન્સ્પેકટર સાગબારા પોલીસ સ્ટાફના માણસો સાથે ધનશેરા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન મહારાષ્ટ્ર તરફથીએક સફેદ કલરની ટાટા હેરીયર ગાડી નંબર- MH 19 cy3112 ની શંકાસ્પદ રીતે આવતા તેને રોકવા કોશિષ કરતા તેઓએ પોતાની ગાડી ઉભી નહી રાખી ડેડીયાપાડા તરફ ભાગવા લાગેલ જેને સાગબારા પોલીસ સ્ટેશન સામે હાઈવેરોડ ઉપર પકડી પાડી ઝીણવટ ભરી રીતે ચેક કરતા ટાટા હેરીયર ગાડીમાંથી ગાડીની પાછળની ડીકીની અંદર સ્પેરવીલ રાખવાની જગ્યાએથી એક કાળા કલરના થેલામાં એક મીણીયા કોથળામાં રાખોડી,પીળા, સફેદ કલરના જુના એકમોટા ટુવાલમાં વિટાળેલ વાઘ જેવા વન્ય પ્રાણીનુ સુક ચામડુ મળી આવેલ. જેથી ટાટા હેરીયર્સ ગાડી નંબર-MH 19 3112 જેની આશરે કિ.રૂ. ૧૫,૦૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ-૦૨ આ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા કુલ રોકડા રૂપિયા.૪૭,૪૮૫/- તથા વાઘ જેવા વન્ય પ્રાણીનું ચામડુ નંગ-૦૧ મળી કુલ રૂપિયા.૧૫,૫૭,૪૮૫/- નો મુદ્દામાલ વધુ તપાસ અર્થે કબ્જે કરેલ છે. મુદ્દામાલની સાથે આરોપી કિશોર ભટ્ટ અહીરે (ઉ.વ.૩૪ રહે.નિકુમ્બે પો.ભુરજડ તા.ધુલીયા.જી.ધુલીયા (મહારાષ્ટ્ર) હાલ રહે.૩૦, ગોલ્ડન સીટી નંદુરબાર તા.જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)ને વાઘ જેવા વન્યપ્રાણીના ચામડા સાથે પકડી પાડી આગળની વધુ તપાસી કાર્યવાહી માટે આર.એફ.ઓ સાગબારાને સોંપવામાં આવેલ છે.
મહારાષ્ટ્રમાંથી ગુજરાતમા વન્ય પ્રાણીનું ચામડું ક્યાંથી લાવ્યું? અને ક્યા લઇ જવાતું હતું. તેમજ આ ચમડું કેવી રીતે મેળવ્યું? તેની સઘન તપાસ પોલીસ કરી રહી છે
જ્યોતિ જગતાપ, રાજપીપલા