જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા તથા અન્ય પ્રશ્નો સંદર્ભે નાંદોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘદ્વાર પ્રા. જિલ્લા શિક્ષણાધિકારીને તથા નાંદોદ તાલુકા પંચાયતને પ્રમુખ સુનિલ કુમાર ચાવડા અને મહામન્ત્રી અનિલકુમાર વસાવાએ તથા સદસ્યોંએ આવેદનપત્ર આપ્યું હતું.
જેમાં અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘની મુખ્ય માંગણીઓમા (૧) જૂની પેન્શન યોજના ફરીથી તાત્કાલિક ચાલુ કરવી (૨) સાતમા પગાર પંચના લાભો સમગ્ર દેશમાં સમાનરૂપે આપવા (૩) જુદા-જુદા નામથી રાજ્યમાં ફરજ બજાવતા કરાર આધારીત શિક્ષકો નિયમિત કરવાની ખાતરી (૪) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં વિરોધી જોગવાઈઓ દૂર કરવી એ ઉપરાંત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની મુખ્ય માંણીઓ જેવી કે
(૧) એસપીએલ રજા બાબતે નિર્ણય થવા બાબત (૨) તારીખ 27/4/2011 પહેલા ભરતી થયેલ શિક્ષકોની નિવૃત્તિ સામે કાયમીના આદેશ થવા બાબત તથા (3) 10 વર્ષના બોન્ડમાં ભરતી થયેલા શિક્ષકોને બોન્ડની મર્યાદા ઘટાડવા બાબત તેમજ (૪) એચ.ટાટ તથા પ્રાથમિક શિક્ષકોના મહેકમની સંખ્યા સુધારવા બાબત (૫) બદલીના નવા નિયમો ઝડપથી બહાર પાડવા અને બદલી થયેલ શિક્ષકોને ૧૦૦% છૂટાકરવા બાબતે (૬) કોરોનાના કારણે સી.સી.સી. પરીક્ષા લેવાયેલ ન હોય તો સી.સી.સી. પરીક્ષા માટેતા 31/12/2020 પછીની મુદતમાં વધારો કરવા બાબતે લેખિત રજૂઆત કરી હતી.
દીપક જગતાપ, રાજપીપલા