રાજપીપલામાં NRI બક્ષી પરિવાર દ્વારા ભવ્ય મિરેકલ હવેલીનું લોકાર્પણ કરાયું છે. જે અંદાજિત 6 કરોડ ના ખર્ચે એક ભવ્ય શ્રી કૃષ્ણ હવેલી બનાવી છે. જેમાં મોટો હોલ સાથે જીમ, કોમ્પ્યુટર રૂમ, લાઈબ્રેરી સહીત લોકોના ઉપયોગમાં આવી શકે એવી વસ્તુઓ છે. જરૂરિયાત મંદોને હંમેશા મદદ રૂપ થવાય એવું એક સ્થળ આશીતભાઈ બક્ષીએ રાજપીપલાને ભેટ આપી છે. અને હજુ સેવાકીય પ્રવૃતિઓની વણઝાર રાજપીપલા અને આજુબાજુના લોકોને મળતી રહે એ માટે આ મિરેકલ હવેલી એક આકર્ષણના કેન્દ્ર સાથે એક અસ્થાનું સ્થાન પણ બન્યું છે. 22 મી ડિસેમ્બરના રોજ સવારે મિરેકલ હવેલી ખાતે NRI આશીતભાઈ બક્ષી, રૂપલ બેન બક્ષી અને તેમના પુત્ર ઉત્સવ બક્ષી દ્વારા પૂજા કરી રીબીન કાપી શ્રી કૃષ્ણ મિરેકલ હવેલીનું લોકાર્પણ કર્યું. સવારે પૂજા બાદ બપોરે શોભાયાત્રા જાહેર માર્ગો પર નીકળી હતી. શોભાયાત્રા વિવિધ જગ્યાઓએ ફરી હતી.
Advertisement