વિજ્ઞાન સંશોધનમાં રજૂ કરેલા ત્રણ પ્રોજેક્ટ પૈકી બે પ્રોજેક્ટ રાજ્ય કક્ષા માટે પસંદગી પામ્યા હતા, જે બે પ્રોજેક્ટ રાજ્ય કક્ષાએ રજૂ થયાં હતા. જેમા 1. આયુર્વેદિક પ્રાકૃતિક સેનેટાઈઝર અને હેન્ડ વોશના મહત્વનો અભ્યાસ તેમજ 2. સ્વછતા એ જ સેવા આ બે પ્રોજેક્ટ રાજ્ય કક્ષાએ આજે રજૂ થયા હતા.
મંથન લોક વિજ્ઞાન કેન્દ્ર નર્મદાના ડાયરેકટર અભય કોઠારી અને કથન કોઠારી તેમજ જિલ્લા કો. ઓર્ડીનેટર ભરતભાઈ ડોડિયાએ અભિનંદન પાઠવ્યા હતા. મુખ્ય શિક્ષક અનિલભાઈ મકવાણા એ પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. આ અગાઉ નર્મદા જિલ્લા કક્ષાએ NCSC નો કાર્યક્રમ તારીખ 11/10/2021 નાં રોજ યોજાયેલ હતો. જેમાં નર્મદા જિલ્લામાંથી વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પેટા વિષયોને ધ્યાને રાખી પોતાના સંશોધન પ્રોજેકટ કાર્ય રજૂ કર્યા હતા.
જેમાંથી દરેક પેટા વિષયમાંથી એક પ્રોજેક્ટની પસંદગી રાજ્ય કક્ષા માટે કરવાની હોય વિષય નિષ્ણાંતો દ્વારા તેનું મૂલ્યાંકન કરીને 5 સંશોધન પ્રોજેકટની પસંદગી રજૂ થયેલા પ્રોજેક્ટ્સમાંથી કરાઈ છે.
રાજ્ય કક્ષામાં જનાર તમામ 5 પ્રોજેક્ટ્સના બાળ વૈજ્ઞાનિકો, શિક્ષક મિત્રો તથા શાળા પરિવારને જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે તથા જિલ્લા કક્ષાએ પોતાના સંશોધન રજૂ કરનાર તમામ પ્રોજેક્ટ્સને તેમને કરેલા સંશોધન બદલ પ્રમાણપત્ર આપી તેમને કરેલા સંશોધનને વધાવવામાં આવશે. જેથી આવા સંશોધન કાર્યમાં વધારે વિદ્યાર્થીઓ જોડાય અને વિજ્ઞાનનો પ્રચાર પ્રસાર બહોળો થાય.
દીપક જગતાપ, રાજપીપલા