Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા જિલ્લાના પાંચેય તાલુકાઓની યોજાયેલી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીની મત ગણતરી નિયત કરાયેલા કેન્દ્રો ખાતે હાથ ધરાશે.

Share

નર્મદા જિલ્લામાં ૧૮૪ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૦૩ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી અન્વયે તા.૧૯ મી ડિસેમ્બરના રોજ યોજાયેલી ચૂંટણીમાં થયેલા મતદાનની ગણતરી તા.૨૧ મી ડિસેમ્બરને મંગળવારના રોજ સવારે નિયત કરાયેલા મતગણતરી કેન્દ્રો ખાતે હાથ ધરાશે.

અત્રે એ ઉલ્લેનીય છે કે, નાંદોદ તાલુકા માટે રાજપીપલાની છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિધાલયના સંકુલમાં આનંદ ભવન ખાતે, ગરૂડેશ્વર તાલુકા માટે ગરૂડેશ્વર તાલુકા સેવા સદન, બીજા માળે, તિલકવાડા તાલુકા માટે તિલકવાડાની કે.એમ.શાહ સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે, દેડિયાપાડા તાલુકા માટે દેડીયાપાડાની આદર્શ નિવાસી શાળા ખાતે તેમજ સાગબારા તાલુકા માટે સાગબારાની સરકારી વિનીયન કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્રો ખાતે મતગણતરી હાથ ધરાશે તે માટે તડામાર તૈયારીઓ કરવામા આવી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

અંકલેશ્વર ના અંદાડા ખાતે વડોદરા આર આર સેલ ની ટીમે બુટલેગરો ને ત્યાં રેડ કરતા હજારો ના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. હતો……

ProudOfGujarat

માંગરોળના ઝંખવાવ ગામે દીપડાએ બકરા અને વાછરડી પર હુમલો કર્યો.

ProudOfGujarat

દેશ ના પી.એમ અદાણી અંબાણી ના ચોકીદાર છે-સિદ્ધૂ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!