Proud of Gujarat
FeaturedGujaratINDIA

ચૂંટણીના દિવસોમાં નર્મદા જીલ્લામાં દારૂની રેલમછેલ.

Share

આજે નર્મદા જિલ્લામા ગ્રામપંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ખાસ કરીને ગામડાના ભોળા મતદારોને રિઝવવા પાછલે બારણેથી દારૂની બોટલો વહેચવાનો રિવાજ વર્ષોથી પ્રચલિત છે જેમાં થોડાક રૂપિયા, દારૂ અને વાસણ કપડાં જેવા પરલોભનોમા અટવાઈ જતો મતદાર અટવાઈ જતો હોય છે. ત્યારે નર્મદામાં ચૂંટણીના માહોલમાં દારૂની રેલમછેલ જોવા મળી હતી. જોકે નર્મદા પોલીસે છેલ્લા સપ્તાહમાં મોટા પ્રમાણમા દારૂ પકડ્યો છે અને ન પકડાયેલો તો જુદો જ.

જેમાં ગરુડેશ્વર તાલુકાના માથાસર જવાના રસ્તા પરથી વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ ઇસમો ઝડપાયા છે. જેમાં
૩૩,૦૦૦/- નો દારૂ તથા એક મોબાઇલ-૧ તથા બે
મોટર સાયકલ મળી કુલ કિ.રૂ. ૯૧,૦૦૦/- ના પ્રોહી મુદ્દામાલ સાથે 3 આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હિમકર સિંહ, પોલીસ અધિક્ષક નર્મદાએ
જીલ્લામાંથી દારૂના દુષણને ડામવા તેમજ અસરકારક કામગીરી કરવા માટેની કડક નિર્દેશો અને સુચનાનાં પગલે તેમજ હાલમાં ચાલતી સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં પ્રોહીબીશનની વોચ તથા કેસો કરવાના સુચના આધારે એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી. નર્મદાને ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે, ઝરવાણી તથા માથાસર વિસ્તારમાં મોટરસાયકલ ઉપર પ્રોહીબીશનની હેરાફેરી થઇ રહેલ હોય તેથી એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે ઝરવાણી તેમજ માથાસર વિસ્તારમાં નાકાબંધી તેમજ વોચમાં હતા દરમ્યાન બે મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબર જી.જે.-૨૨-એમ-૯૨૪૯ તથા જી.જે.-૨૨-કે- ૪૪૦૩ ની મોટર સાયકલ ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપી ચેક કરતા ગેરકાયદેસર વિદેશી દારૂના કવાટર નંગ-૩૩૦કિ.રૂ.૩૩,૦૦૦/-તથા એક મોબાઇલ -૧ કિ.રૂ.૩૦૦૦/- તથા બે મોટર સાયકલ કિ.રૂ.૫૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૯૧,૦૦૦/-ના પ્રોહી મુદ્દામાલ સાથે આરોપી (૧) વિક્રમભાઇ હાદીયાભાઇ વસાવા (૨) શૈલેષભાઇ ગોવિંદભાઇ વસાવા (૩) કમલેશભાઇ ઉબડીયાભાઇ વસાવા તમામ રહે. ઝરવાણી તા.ગરૂડેશ્વરને ઝડપી ગેરકાયદેસર વિદેશી દારૂની હેરફેરનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી ગરૂડેશ્વર પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Advertisement

જ્યોતિ દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ : વેલ્ફર હોસ્પિટલ ખાતે લાગેલ આગનાં મામલે આમ આદમી પાર્ટીનાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ઘટના સ્થળની મુલાકાત લીધી.

ProudOfGujarat

અંકલેશ્વરની સનાતન ઇન્ટરનેશનલ એકેડેમીનું સીબીએસઈ બોર્ડ રિઝલ્ટમાં સો ટકા પરિણામ આવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર : ધડાકાભેર દુકાનમાં જીપ ઘુસી જતા અફરાતફરી સર્જાઇ, પછી શું થયું..!! જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!