રાજપીપળા ગુજરાતની તમામ શાળાઓમાં શિક્ષણની સાથે સાથે અન્ય પ્રવૃત્તિમાં પારંગત થઈ શકે એ માટે સરકાર દ્વારા અનેક સ્પર્ધાઓનું આયોજન કરાય છે.જિલ્લા કક્ષાએથી રાજ્ય કક્ષાએ પોતાની શાળાનો વિદ્યાર્થી પહોંચે એ માટે શાળા જ વિદ્યાર્થીને પ્રોત્સાહન આપે છે.ત્યારે નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાની એક શાળાનો જ વિદ્યાર્થીઓ શાળાને જ લીધે રાજ્ય લેવલની સ્પર્ધામાં ભાગ લઈ ન શક્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.એ વિદ્યાર્થીના વાલીએ શાળા પર પોતાના બાળકનું મનોબળ તોડવાનો ગંભીર આરોપ લગાવાયો છે.
રાજપીપળાની રાજેન્દ્ર સ્કૂલમાં અભ્યાસ કરતો દેવ ભરત શાહ જીલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધામાં પ્રથમ આવ્યો હતો.હવે દેવ શાહને 26/11/2019ના રોજ સવારે ભરૂચની નારાયણ વિદ્યાવિહાર,અલકાનંદ સોસાયટી ખાતે ઝોન કક્ષાની ચિત્ર સ્પર્ધામાં શાળા દ્વારા મોકલવાનો હતો.પણ જ્યારે આ મામલે 25/11/2019ના રોજ સાંજે શાળાનો સંપર્ક સધાયો ત્યારે બાળકને વાલીએ જ ભરૂચ લઈ જવાનો હોવાનું શાળાએ જણાવ્યું હતું.હવે ખરેખર બાળકને ઝોન કક્ષાની સ્પર્ધામા પહોંચાડવાની જવાબદારી શાળાની જ હોય છે તો શાળા પોતાની જવાબદારી કેમ ભૂલી ગઈ એ મોટો પ્રશ્ન છે.
મળતી માહિતી મુજબ એ વિદ્યાર્થીના પિતા ભરત શાહ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા જેને લઈને દેવ ભરૂચ ખાતે પહોંચી શક્યો ન્હોતો.બીજી બાજુ રાજપીપળાની અન્ય શાળાએ પોતાના વિદ્યાર્થી સાથે હેટ્રિક બાદ રાજ્ય કક્ષા એ મોકલવા માટે સ્કૂલ મેનેજમેન્ટ ની લાલીયાવડી વાલીએ જણાવ્યા મુજબ રાજપીપળાની રાજેન્દ્ર સ્કૂલમાં પોતાનો બાળક રાજપીપળાની રાજેન્દ્ર હાઈસ્કૂલ દ્વારા કલા મહોત્સવ 2019ની સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી રાજ્ય કક્ષાએ ભાગ લેવા જતા વિદ્યાર્થીનું મનોબળ તોડવાનો પ્રયાસ ..?! આગલા દિવસે સાંજે વાલીએ સામેથી ફોન કરતા ઇન્ચા.પ્રિન્સિપાલે વાલીને જાતે પોતાના બાળકોને લઈ જવાનું છે અમારી પાસે શિક્ષકો ઓછા છે તેમ જણાવ્યું.સ્પર્ધા ભરૂચના ભોલાવ ખાતે હોય સવારે 8:30 વાગે બાળકે ત્યાં પહોંચવાનું હતું પરંતુ શિક્ષકના અભાવે બાળકો ન જઈ શકતા ઓહાપોહ થયા બાદ એક શિક્ષકને 12:30 કલાકે ભરૂચ જવા રવાના કર્યા એ ત્યાં વિદ્યાર્થી વગર અને સ્પર્ધા પત્યા બાદ પહોંચે તેનું શું મતલબ..? સ્પર્ધામાં ભાગ લેનાર બાળક બીમાર છે માટે આવી શક્યા નથી એમ જણાવી દેવું,પણ આપણી શાળાના શિક્ષકની હાજરી ત્યાં બોલાવી દેશો જેથી શાળાનું નામ ખરાબ ન થાય એમ શાળા દ્વારા શિક્ષકને જણાવાયું.
મંગળવારે સવારે ભરૂચ ભોલાવ ખાતે સ્પર્ધા બાબતે સોમવારે સાંજે એક બાળકના વાલી ભરત શાહે ઇન્ચાર્જ પ્રિન્સિપાલને ફોન કરતા એવો જવાબ મળ્યો કે અમારી પાસે શિક્ષકો નથી માટે બાળકોને વાલીઓ એ જ લઈ જવા પડશે.તો મંગળવારે ઓહાપોહ થયા બાદ વગર સમયે એક શિક્ષકને ભરૂચ બાળકો વગર ધકેલાયા ફક્ત હાજરી પુરાવવા માટે તો એ બાળકોને રાજ્ય કક્ષાની સ્પર્ધા સુધી નહિ મોકલવાનું ષડયંત્ર હશે…? આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારી ડો.નિપા પટેલે જણાવ્યું કે રાજેન્દ્ર હાઈસ્કૂલ માંથી એક શિક્ષક મોકલ્યા છે..તો શું શિક્ષણાધિકારીને પણ શાળા સંચાલકોએ ગેરમાર્ગે દોર્યા હતા…? મારી સામેજ ઇન્ચાર્જ પ્રિન્સિપાલે ભરૂચ જતા શિક્ષકને જણાવ્યું કે ત્યાં ભલે મોડા પહોંચો પણ હાજરી પુરાવી બાળકો બીમાર છે તેમ જણાવી દેશો.ત્યારે એક જવાબદાર આચાર્ય જો આવું જુઠ્ઠાણું બાળક અને વાલીની સમક્ષ જ બોલે તો એ શાળામાં અભ્યાસ કરતા બાળકો પર તેની શુ અસર પડશે…? પોતાની ભૂલ સુધારવા બાળકોને બીમાર હોવાનું ખોટું કારણ ધરવા અન્ય શિક્ષકને જણાવતા પ્રિન્સિપાલ શાળાનો વહીવટ કેવો કરતા હશે…?
રાજપીપળાની રાજેન્દ્ર હાઈસ્કૂલનો વિદ્યાર્થી શાળાના વાંકે ઝોન કક્ષાની ચિત્ર સ્પર્ધામાં ભાગ ન લઈ શક્યો!
Advertisement