નર્મદા જિલ્લામાં ૧૯ મી ડિસેમ્બરે પ૧૯ મતદાન મથકો પર 200 ગ્રામ પંચાયતની ચૂંટણી ભારે રસાક્સીભરી ચૂંટણી યોજાશે. કાતિલ ઠંડીના માહોલમા રાજકીય ગરમાવો આવી ગયો છે. કૌન બનેગા સરપંચ? ના માહોલમાં આજે પોતાના ગામનો સરપંચ છૂટવા મતદારો આ વખતે બેલેટ પેપરથી પોતાનું મતદાન કરશે.
નર્મદા જિલ્લામા રવિવારે કુલ ૨૦૦ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે, નર્મદા જિલ્લાની કુલ ૨૦૦ ગ્રામ પંચાયતમાંથી ૧૮૯ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા ૧૧ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાશે. જેમાં નર્મદા જિલ્લામાં કુલ ૫૩૫ મતદાન મથકમાંથી સમરસ કે બિનહરીફ હોય તેવી પંચાયતો બાદ કરતા ૫૧૯ મતદાન મથક પર કુલ ૩,૩૪,૦૧૬ મતદાતાઓ મતદાન કરશે. નર્મદા જિલ્લામાં ૦૫ ગ્રામ પંચાયતો સમરસ થઇ છે, જેમાં ૦૫ સરપંચની બેઠકો અને ૪૦ વોર્ડની બેઠક પરના ઉમેદવારો બિનહરીફ થયા છે. જિલ્લામાં ચૂંટણી હેઠળની પંચાયતોમાં સામાન્ય ૧૮૪ પંચાયતમાં ૧૮૩ બેઠક પર સરપંચ તથા ૧૩૦૧ વોર્ડની બેઠક ઉપર ચૂંટણી થશે. તથા ૩ પેટા ગ્રામ પંચાયતમાં ૦૨ સરપંચ ની બેઠકો તથા ૦૧ વોર્ડની બેઠક એમ કુલ મળી ૧૮૫ સરપંચની બેઠકો તથા ૧૩૦૨ વોર્ડ ની બેઠકો માટે ચૂંટણી થશે.
નર્મદા જિલ્લામાં કુલ ૫૩૫ મતદાન મથકમાંથી સમરસ કે બિનહરીફ તથા ફોર્મ ભરાય ન હોય તેવી પંચાયતો બાદ કરતા ૫૧૯ મતદાન મથક પર
મતદાન થશે જેમાં રિઝર્વ સાથે કુલ ૮૭૯ મતપેટીઓનો ઉપયોગ કરવામાં આવશે. આ વખતે બેલેટ પેપરથી મતદાન થશે. નર્મદા જિલ્લામાં મતદારોની સંખ્યામાં ૧,૬૯,૪૪૦ પુરુષ મતદાતાઓ ૧,૬૪,૫૭૪ સ્ત્રી મતદાતાઓ તથા ૦૨ અન્ય મતદાતાઓ મળી કુલ ૩,૩૪,૦૧૬ મતદાતાઓ મતદાન કરશે.
નર્મદા જિલ્લામાં ૨૯ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીના ૨૯ વોર્ડ ની બેઠકો તથા ૦૯ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીના ૧૦ વોર્ડ ની બેઠકો માટે ફોર્મ ભરાયેલ નથી. ૨૧ ડિસેમ્બર આ ચૂંટણીની મતગણતરી થશે. ૪૨ રિટર્નિંગ ઓફિસર તથા ૪૨ આસિસ્ટન્ટ રિટર્નિગ ઓફિસર આ ચૂંટણીમાં ફરજ બજાવશે, ૩૧૦૯ જેટલો પોલીંગ સ્ટાફ મતદાન કાર્યમાં જોડાશે, ૬૦૯ જેટલો પોલીસ સ્ટાફ ચૂંટણીમાં બંદોબસ્તમાં જોડાયો છે.
નાંદોદ તાલુકામાં 48,459 પુરુષ મતદારો અને 47,155 સ્ત્રી મતદારો, તિલકવાડામાં 39,460 પુરુષ મતદારો અને 40,991 સ્ત્રી મતદારો, ગરૂડેશ્વરમાં 16,884 પુરુષ મતદારો અને 15,713 સ્ત્રી મતદારો, ડેડીયાપાડામાં 36,464 પુરુષ મતદારો અને 34,862 સ્ત્રી મતદારો, સાગબારામાં 34,284 પુરુષ મતદારો અને 31,569 સ્ત્રી મતદારો.
નાંદોદ તાલુકાનું કાંદરોજ ગામ, તિલકવાડા તાલુકાના માંગુ અને ફતેપુરા ગામ, ગરૂડેશ્વર તાલુકાનું મોખડી અને વાગડીયા, જ્યારે ડેડીયાપાડા અને સાગબારા તાલુકાની એક પણ ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ નથી. આ વખતે પહેલી વાર ભૂછાડ ગ્રામ પંચાયત સમરસ ના થતાં
20 વર્ષ પછી ભૂછાડ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે જયારે ગોપાલપરા ગ્રામ પંચાયત પણ સમરસ થતાં રહી ગઈ હોવાથી અહીં પણ ચૂંટણી યોજાશે.
દીપક જગતાપ, રાજપીપલા