Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા ખાતે વિભાગ પેન્સનર્સ મંડળ દ્વારા પેન્સનર્સ ડે ની ઉજવણી કરાઈ.

Share

રાજપીપલા વિભાગ પેન્સનર્સ મંડળ દ્વારા રાજપીપળા ખાતે લાયબ્રેરી હોલ, દરબાર રોડ, ખાતે આજે 17 મી ડિસેમ્બરે પેન્સનર્સ ડેની ગૌરવભેર ઉજવણી કરાઈ હતી. જેમાં 90 વર્ષ પૂર્ણ કરનારની વયોવૃધ્ધ વંદના, ૮૫ વર્ષ પૂર્ણ કરનારની વડીલ વંદના સહીત ઘર દીવડાઓનું સન્માન કરાયુ હતું તેમજ ૭૫ વર્ષ પૂર્ણ કરનારનો આયખાનો અમૃતોત્સવ તેમજ દામ્પત્ય જીવનનાં પ૦ વર્ષ પૂર્ણ કરનારનું શાલ ઓઢાડી કરાયું સન્માન કરાયું હતું.

આ કાર્યક્રમમા સમારંભ પ્રમુખ તરીકે નટવરસિંહજી બી. મહિડા, મુખ્ય મહેમાન તરીકે ડૉ. એ.પી. સીગ (IFS.) પ્રિન્સીપાલ એડીશનલ ચીફ કોઝર્વેટર ઓફ ફોરેસ્ટ, ગાંધીનગર,અતિથિ વિશેષ તરીકે ડો. મધુકરભાઈ પાડવી, કુલપતિ, બિરસા મુંડા ટ્રાયબલ યુરિવર્સિટી,તેમજ નીરજ કુમાર, નાયબ વન સંરક્ષક નર્મદા, તેમજ સૌરભ શર્મા, મેનેજ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા,રાજપીપલા ઉપસ્થિત રહયા હતા.

આ કાર્યક્રમમા 90 વર્ષ પૂર્ણ કરનાર પેન્શનરોની વયોવૃધ્ધ વંદના તથા ૮૫ વર્ષ પૂર્ણ કરનારની વડીલ વંદના, ૭૫ વર્ષ પૂર્ણ કરનારનો આયખાનો અમૃતોત્સવ ઉજવાયો હતો. એ ઉપરાંત દામ્પત્ય જીવનનાં પ૦ વર્ષ પૂર્ણ કરનાર એનબી મહિડા તથા તેમની ધર્મપત્નિનું તથા અન્ય દંપતીનું પણ સન્માન કરાયુ હતું, તેમજ ઘરદીવડા તરીકે ડિગ્રી કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ, ટ્રસ્ટી અને બ્લડબેંક તેમજ પેંશનર મંડળ સહીત અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલ એવા વરિષ્ઠ સરસ્વતોમા ડો. કરણસિંહ ગોહિલ તથા જાણીતા સાહિત્યકાર, વિજ્ઞાન લેખક વરિષ્ઠ પત્રકાર અને કોલમિસ્ટ અને વિવિધ સંસ્થા
ઓના સેવાકીય પ્રવૃત્તિ કરનાર અને પેન્શનર મંડળના સભ્ય એવા સારસ્વત દીપકભાઈ જગતાપ તથા વિદ્વાન સરસ્વત નિવૃત પ્રા. જે સી શાહ નું પણ પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કરી સર્વેનું અભિવાદન કરાયું હતું.

આ પ્રસંગે બિરસા મુંડા ટ્રાયબલ યુરિવર્સિટીના કુલપતિ મધુકરભાઈ પાડવી, પ્રિન્સીપાલ એડીશનલ ચીફ કોઝર્વેટર ઓફ ફોરેસ્ટ, ગાંધીનગરના ડૉ. .એ.પી. સીગે પ્રસંગિક પ્રવચનમા નિવૃત્ત કર્માચારીઓ શેષ જીવન શારીરિક રીતે સ્વસ્થ રાખી જીવનમા ખુશીઓની પળોને પરિવાર સાથે, સમાજ સાથે સારી રીતે માણી સમાજ ઉપયોગી અને પ્રવૃત્તિમય જીવન જીવવા અનુરોધ કરી સન્માનિત મહાનુભાવોને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે સમારંભ પ્રમુખ તરીકે નટવરસિંહજી બી. મહિડાએ મહેમાનોનો પરિચય કરાવી મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરી નિવૃત્ત થનાર પેન્શનરને સરકાર તરફથી અપાતાં લાભો અને તેમની સમસ્યાઓનું નિરાકરણ કરાતું હોવાનું જણાવ્યું હતું.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં એક ઇસમનો મૃતદેહ મળી આવતા ચકચાર

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાનાં સજોદ ગામના જયંતિભાઈ આહીર બી.એસ.એફમાંથી નિવૃત થઈ વતન પરત ફરતા રેલ્વે સ્ટેશન ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું

ProudOfGujarat

અમદાવાદમાં રાત્રિ દરમિયાન પોલીસે દારુ, ડ્રગ્સ મામલે સિંધુભવન રોડ, થલતેજ અને એસજી હાઈવે પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!