રાજેન્દ્ર હાઈસ્કૂલના દેવ શાહે 2019ની ચિત્ર સ્પર્ધામાં પણ પ્રથમ નંબર મેળવી શાળાનું નામ રોશન કર્યા બાદ હવે દક્ષિણ ઝોન કક્ષાએ ભાગ લેવા ભરૂચ જશે.
રાજ્ય સરકાર દ્રારા અગાઉ ગાંધીજીની 150 મી જન્મ જયંતિ નિમિતે અનેક કાર્યક્રમો યોજાયા હતા જેમાં રાજ્યની સ્કૂલોમાં હરીફાઈઓ દ્રારા વિદ્યાર્થીઓમાં રહેલી આવડત બહાર લાવવા કલા ઉત્સવ સ્પર્ધા દ્રારા વક્તૃત્વ, નિબંધ, ચિત્ર સ્પર્ધા જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હોય રાજપીપળાની રાજેન્દ્ર હાઈસ્કૂલ દ્રારા પણ આ સ્પર્ધામાં બાળકોએ ભાગ લીધો હતો જેમાં ચિત્ર સ્પર્ધામાં રાજેન્દ્ર હાઈસ્કૂલમાં ધોરણ 11 અ માં અભ્યાસ કરતા દેવ શાહએ એક સુંદર ચિત્ર દોરી પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો ત્યાર બાદ આજે ફરી જીલ્લા કક્ષાની નવી અલગ અલગ સ્પર્ધા કલા ઉત્સવના માધ્યમ થી યોજાઈ જેમાં પણ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબરે સતત બીજા રાઉન્ડમાં પણ રાજપીપળા રાજેન્દ્ર હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા દેવ શાહ એ “પ્લાસ્ટિક મુક્ત ભારત” નું સુંદર મેસેજ આપતું એક ચિત્ર દોરી લોકોને જાગૃત કરવા પ્રયાસ કર્યો હતો, દેવ શાહના આ ચિત્રએ પણ જિલ્લા કક્ષાએ ફરી પ્રથમ સ્થાન મેળવી અગાઉ હેટ્રિક પ્રાપ્ત કરી ફરી શાળાનું નામ રોશન કર્યું હતું.શાળા પરિવારે દેવ શાહને અભિનંદન આપી બિરદાવ્યો હતો.
સમગ્ર સ્પર્ધા દરમિયાન ભદ્રસિંહ વાઘેલા,સંકલન સમિતિ અધિકારી,કમિશ્નર કચેરી,ગાંધીનગર, દારાસિંહ વસાવા, કેળવણી નિરીક્ષક,નર્મદા,ધર્મેન્દ્રસિંહ રાઠોડ,ઇન્ચા.આચાર્ય શ્રી એમ.આર વિદ્યાલય,રાજપીપળા,સી.એમ.નાયક, પ્રિન્સિપાલ, સરકારી હાઈસ્કૂલ રાજપીપળા એ ખાસ હાજરી આપી જ્યારે સ્પર્ધાના નિર્ણાયક તરીકે લલિત ભાઈ પરમાર,રશ્મિકાંતભાઈ પંડ્યા,ધનંજયભાઈ ભોલે, માછી સાહેબ,હરીશભાઈ પટેલ,રાજેન્દ્રભાઇ પટેલ અને દક્ષાબેન પટેલે યોગ્ય કૃતિઓને નંબર આપી તટસ્થ ભૂમિકા ભજવી હતી.
રાજપીપળા :આરીફ જી કુરેશી