નર્મદા ભાજપ દ્વારા “હર ઘર દસ્તક “કાર્યક્રમની રાજપીપલા સહીત નર્મદા જિલ્લામા શરૂઆત કરાઈ છે જેનાં ભાગરૂપે 100% વેક્સીનેશન કરનારના ઘરે ભાજપાના કાર્યકરોએ સ્ટીકરો લગાવ્યા હતા અને જેમનું વેક્સીનેશન બાકી હોય તે માટેની યાદી બનાવી હતી. આજે રાજપીપલાના દરેક વોર્ડમા ભાજપાના કાર્યકારોની ટીમ ફરી વળીહતી અને વેક્સીનેશનની ઝુંબેશને વેગવાન બનાવી હતી.
આ પ્રસંગે નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે આમલેથા જિલ્લા પંચાયત સીટ વિસ્તારમાં, ઉપપ્રમુખ અનિરુદ્ધસિંહ ગોહિલે વડિયા ખાતે, મહામંત્રી વિક્રમભાઈ તડવીએ રાજપીપલા ખાતે, ભારતીબેન તડવી ગરુડેશ્વર ખાતે અને રમેશભાઈ વસાવાએ ડેડીયાપાડા ખાતે તેમની ટીમ સાથે સ્ટીકરો લગાવ્યા હતા. કોરોનાની ત્રીજી લહેર આવતી રોકવા માટે લોકો વધુ રસી લઈને સુરક્ષિત થઈ જાય તે માટે આરોગ્ય વિભાગની જેમ જ નર્મદા ભાજપ દ્વારા પણ રાજપીપલા સહીત નર્મદા જિલ્લામા પણ હર ઘર દસ્તક કાર્યક્રમની શરૂઆત કરાઈ છે.
જેનાં ઉપલક્ષ્યમા આજે નર્મદાના વડા મથક રાજપીપલા ખાતે નગરના દરેક વોર્ડમા ભાજપાના કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં મા ઉપસ્થિત રહી હર ઘર દસ્તક કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જેમાં હર ઘર દસ્તક કાર્યક્રમ અંતર્ગત આજે રાજપીપલા ટેકરા ફળીયા વોર્ડ નંબર 2 ની સીટ પર ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના મહામંત્રી વિક્રમભાઈ તડવી, જિલ્લા ઉપપ્રમુખ જ્યેન્દ્રભાઈ પ્રજાપતિ, શહેર પ્રમુખ રમણ ભાઈ રાઠોડ, શહેર મહામંત્રી રાજુભાઇ, શક્તિ કેન્દ્રના પ્રભારી નાનુભાઈ વસાવા, પ્રમુખ અમિતભાઇ વસાવા, કમલેશભાઈ પટેલ તેમજ ભારતીય જનતા પાર્ટી જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી દક્ષાબેન પટેલ, જિલ્લા મંત્રી જ્યોતિબેન જગતાપ, અજયભાઈ વસાવા ગોવિંદભાઇ વસાવા, વિઠ્ઠલભાઇ તીલકભાઈ, જેન્તીભાઈ તેમજ ટીમના કાર્યકર દ્વારા ઘરે ઘરે જઈ રસીકરણ અંગેની માહિતી મેળવી લઇ “હર ઘર- દસ્તક” કાર્યક્રમના સ્ટીકર લગાવ્યા હતા તેમજ રસીકરણ અંગે લોકોને યોગ્ય માહિતી માર્ગદર્શન આપ્યું હતું અને જો કોઈ રસીમાં બાકી રહી ગયું હોય એની નોંધ કરી એને પણ રસી આપવાનું અભિયાન ચલાવ્યું હતું.
જ્યોતિ જગતાપ, રાજપીપલા