Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : ઝરવાણી ગામેથી સગીર કન્યાનું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો.

Share

ઝરવાણી ગામેથી સગીર વયની કન્યાનું અપહરણ કરી તેની ઉપર બળાત્કાર ગુજાર્યાની ઘટના સામે આરોપી સામે ગરુડેશ્વર પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં ફરીયાદી સગીર કન્યાએ આરોપી પરિમલભાઈ સુરેશભાઈ તડવી (રહે ઝરવાણી પીપળી ખેતર ફળીયુ તા.ગરૂડેશ્વર ) સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદની વિગત અનુસાર તા.૧૩/૧૧/૨૦૧૧ ના આશરે સાડા નવેક વાગ્યે વંસતભાઈ ભંગડાભાઈ તડવીના કપાસના વાવેતરવાળા ખેતરમાં સગીર કન્યાનું વાલીપણામાંથી અપહરણકરી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

જેમાં આરોપી પરિમલભાઈ સુરેશભાઈ તડવી (રહે ઝરવાણી પીપળી ખેતર ફળીયુ તા.ગરૂડેશ્વર જી.નર્મદા)એ સગીર કન્યા સાથે તેની મરજી વિરુધ્ધ અવારનવાર તેના ઘરે ખેચી લઈ જઈ આબરૂ લેવાનો પ્રયત્ન કરેલ હોય અને ગત તા.૧૩/૧૧/૨૦૨૧ ના આશરે સાડા નવેક વાગ્યે ઝરવાણી ગામનાં પીપળી ખેતર ફળીયામાં ભાથીજીના મંદીર પાસેથી સગીર કન્યાને જબરજસ્તી નજીકમાં આવેલ વંસતભાઈ ભંગડાભાઈ તડવીના કપાસના વાવેતરવાળા ખેતરમાં લઈ જઈ તેની મરજી વિરુધ્ધ બળજબરી કરી શરીર સુખ માણી જતો રહેલ હતો અને આ બનાવ બાબતેની જાણ કોઈને કરીશ તો તને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી ગુનો કરતા આરોપી સામે બળાત્કાર ગુનાની ફરિયાદ ગરૂડેશ્વર પોલીસ સ્ટેશને નોંધાવતા પોલીસે ઈ.પી.કો કલમ ૩૫૪, ૩૭૬(૩), ૫૦૬(૨) તથા પોકસો ૪, ૬ મુજબગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ખતરોં કે ખિલાડી 14: ક્રિષ્ના શ્રોફ મજબૂત દાવેદારોમાંના એક તરીકે ઉભરી આવ્યા!

ProudOfGujarat

સરદાર સરોવર છલોછલ : નર્મદા ડેમની સપાટીમાં વધારો, મહત્તમ સપાટી નજીક પહોંચ્યું જળ સ્તર.

ProudOfGujarat

નડિયાદમાં રાજ્યકક્ષાની અંડર-૧૧ એથ્લેટિક્સ મીટનો કરાયો શુભારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!