નિર્ભયા સ્કવોર્ડની બહાદુર મહિલા લોકરક્ષક ગોસ્વામી વર્ષાબેન ડુંગરપુરી જેમણે રાજપીપળા ખાતે રોમિયોગીરી કરતા છોકરાઓ એના નામથી ફફડતા હતા અને જે રસ્તેથી નીકળે તે રસ્તેથી છોકરાઓ ભાગી જતા હતા. એવી બહાદુર લોક રક્ષકને વાહન અકસ્માત નડતા તેને સારવાર માટે વડોદરા લઈ ગયા હતા અને ત્યાં તેમનું સારવાર દરમ્યાન દુઃખદ અવસાન થયું હતું. જેનાથી સમગ્ર નર્મદા પંથકમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું.
એમના પાર્થિવ દેહને એમના વતન ગામ ભલાસડા તાલુકો થરાડ જીલ્લો બનાસકાંઠા ખાતેલઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી. એમની પાર્થિવ શરીરને પંચતત્વમાં વિલિન થયો એ વખતે અંતિમયાત્રામ બનાસકાંઠાની પોલીસ અને નર્મદા જિલ્લામાથી પીએસઆઈ કે કે પાઠક તથા પોલીસના માણસો સાથે હાજર રહી ભાવભીની અંતિમ વિદાય આપીહતી
પીએસઆઇ પાઠકે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે હું એમના ગામ જઈ આવ્યો ત્યાં જાણવા મળ્યું કે એ છોકરી ખૂબ જ ગરીબ ઘરની હતી અને પોતે બીજાના ખેતરમાં મજુરી કામ કરીને પોલીસમાં ભરતી થઈ હતી. એમના ઘર એમના જ ઉપર ચાલતું હતું. એમનાથી બે હજુ નાના બેન છે એમનું અભ્યાસનું પણ એ પોતે જ ખર્ચો પુરી પાડતી હતી.
રાજપીપળામાં અભ્યાસ કરતી બહેન દીકરીઓ રક્ષા માટે 24 કલાક તૈયાર રહેતી હતી અને રોમિયો ડામવામાં ખુબ જ મહેનત કરી જેથી રાજપીપળાના બહેન દીકરીઓ સુરક્ષિત થતી અને વૃદ્ધા પેન્શન વિધવા પેન્શનમાં ખૂબ જ મહેનત કરી 2000 જેવા લોકોને સહાય અપાવી અને આજે વર્ષાબહેનના પરિવારમાં આજે અંધારું થઈ ગયું છે એના પરિવારને આજે આર્થિક મદદની ખૂબ જ જરૂર હોવાથી એના પરિવારના મદદ માટે આગળ આવવા પીએસઆઇ પાઠકે સૌને અપીલ કરી છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા