રાજપીપળા શહેરમાં ડેન્ગ્યુ જેવા રોગે મોટા પ્રમાણમાં માથું ઊંચક્યું હોય આરોગ્ય વિભાગની લુલી કામગીરીના કારણે હજુ ડેન્ગ્યુના દર્દીઓ વધી રહ્યા હોય નર્મદા આયુર્વેદ શાખા દ્વારા ગત વર્ષોની જેમ આ વર્ષે પણ આવા ૠતુજન્ય રોગો સામે રક્ષણ મેળવવા અને રોગપ્રતિરોધક શકિત વધારવા વિના મુલ્યે અમૃત પેય ઉકાળા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
૧૫ નવેમ્બરના રોજ ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને આદિવાસી જનનાયક શ્રી બિરસા મુંડાજીની જન્મ જયંતી નિમિતે નિયામક, આયુષની કચેરી-ગાંધીનગર દ્વારા પ્રેરીત જીલ્લા આયુર્વેદ અધિકારી,આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત કચેરી નર્મદાના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનું,નાંદોદના વૈધ પરેશ જેઠવા દ્વારા ૠતુજન્ય રોગો જેવા કે ડેંગ્યુ,ચિકનગુનીયા,મેલેરિયા,ફ્લુ વગેરે સામે શરીરની રોગપ્રતિરોધક શકિત વધારવા વિના મુલ્યે અમૃત પેય ઉકાળા વિતરણ કેમ્પનું આયોજન દરબાર રોડ લાઈબ્રેરી તથા આદિત્ય સોસાયટી-૨ ખાતે કરવામાં આવ્યું જેમાં 250 જેટલા લોકોએ ઉકાળાનો લાભ લીધો હતો.
રાજપીપળા : આરીફ જી કુરેશી