આગામી તા.૧૯ મી ડિસેમ્બર, ૨૦૨૧ ને રવિવારના રોજ યોજાનારી નર્મદા જિલ્લામાં ૧૮૯ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૧૧ ગ્રામ પંચાયતનોની પેટા ચૂંટણીઓ મુક્ત અને ન્યાયપૂર્ણ વાતાવરણમાં સરળ રીતે નિષ્પક્ષ પણે યોજાય તે માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્રારા ગુજરાત વોટર સપ્લાઈ એન્ડ સેવરેઝ બોર્ડના ચીફ એડમિનીસ્ટ્રેટીવ અને નર્મદા જિલ્લાના ચૂંટણી નિરીક્ષક એ.ડી.ચૌહાણના અધ્યક્ષ પદે આજે દેડીયાપાડાની પ્રાંત કચેરી ખાતે રાજ્ય ચૂંટણી આયોગના અધિકારી અને પ્રાંત અધિકારી ડી.એસ.બારીયા, દેડીયાપાડા મામલતદાર આર.આર.ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી કનૈયાલાલ વસાવા, સાગબારાના પોલીસ સબ-ઇન્સપેક્ટર હેતલબેન તડવી સાથે દેડીયાપાડા અને સાગબરા પ્રાંતમાં સમાવિષ્ટ ૬૯ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૪ વોર્ડની પેટા ચૂંટણીઓને અનુલક્ષીને વિચાર-વિમર્શ કર્યો હતો.
નર્મદા જિલ્લાના ચૂંટણી નિરીક્ષક એ.ડી.ચૌહાણે ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટાચૂંટણી-૨૦૨૧ સાથે સંકળાયેલા અધિકારીઓની વિગત, ચૂંટણીલક્ષી સામગ્રી, મતદાન મથકોની વિગતો સહિત કાયદો અને વ્યવસ્થા જાળવણીની બાબતો અંગે જરૂરી વિચાર-વિમર્શ કર્યો હતો. બેઠક બાદ ચૌહાણે દેડીયાપાડા તાલુકા કુમાર-કન્યા પ્રાથમિક શાળા ખાતે આવેલા મતદાન મથકની મુલાકાત દરમિયાન જરૂરી સુચનો સાથે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડવા ઉપરાંત જાહેર જનતાને ભયમુક્ત રહી અને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી.
જ્યોતિ જગતાપ, રાજપીપલા