Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ પાર્ટી કાર્યાલયનું ઉદઘાટન કર્યું.

Share

હાલ નર્મદા જિલ્લામાં સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામ્યો છે આ ગામ પંચાયતની ચુંટણીને ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રીહર્શલ ગણવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ પણ આવવાની છે ત્યારે પર શિયાળે રાજકીય ગરમાવો આવી ગયો છે. વિધાનસભાની ચૂંટણીઓમાં વિવિધ રાજકીય પક્ષો ચૂંટણી જંગ જીતવા સક્રિય બન્યા છે. નર્મદા જિલ્લા સહીત નર્મદા જિલ્લામાંઆમ આદમી પાર્ટી ફરી એક વાર સક્રિય બની છે. અત્યારે રાજપીપળા ખાતે પ્રદેશ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા આગમન થયું હતું તમે રાજપીપળા ખાતે આમ આદમી પાર્ટી કર્યું હતું આ પ્રસંગે એની સાથે એકાંતમાં મુલાકાત કરવામાં આવી હતી.

આ વખતે આમ આદમી પાર્ટી ગુજરાતમાં કેટલી બેઠકો પર ચૂંટણી લડશે? એવા સવાલના જવાબમાં પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ઈમાનદાર અને બુધ વિકલ્પ તરીકે આગળ વધી રહી છે. ગુજરાતના તમામ જિલ્લાના તાલુકા મથકોએ મથકોએ સંગઠનનું કામ ચાલી રહ્યું છે. ગુજરાતમાં વર્ષોથી ભાજપ અને કોંગ્રેસને મત આપીને છેતરાયેલી જનતા હવે એક નવા વિકલ્પ તરફ આગળ વધવા જઇ રહી છે ત્યારે આમ આદમી પાર્ટી આ વખતે ગુજરાત વિધાનસભાની તમામ ૧૮૨ બેઠકો ઉપર ચૂંટણી લડીને ગુજરાતમાં પરિવર્તન લાવશે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં કેટલી સીટો લાવશે? એ પ્રશ્નના જવાબમાં સભ્ય છે જણાવ્યું હતું કે ગુજરાતમાં 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ગુજરાતની સરકારે હવે દેશમાં પણ બનાવી દીધી છે. આમ આદમી પાર્ટી સંગઠનનું કામ કરી રહી છે ત્યારે ચોક્કસ આંકડો કેવું છે મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. અમે મહેનત કરીશું અને લોકો સુધી પહોંચીશું. આમ આદમી પાર્ટીના જનતા લક્ષી જે વિચારો છે એ અમે વધુને વધુ લોકો સુધી પહોંચાડીશું. અને અમને ભરોસો છે કે આ વખતે ગુજરાતની જનતાનું સારું થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં માત્ર એક જ પાર્ટી છે તે છે ભાજપ, તેની ભાગીદારી અને પેટા પાર્ટીઓ ઘણી બધી છે. સબ કોન્ટ્રાક્ટ જેમ મળતો હોય તેવી રીતે બીજી પાર્ટી આમ આદમી પાર્ટી છે. આવતી ચૂંટણી બે પાર્ટીઓ વચ્ચે અને બે વર્ગ વચ્ચે લડાવવાની છે બે પાર્ટીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે અને જનતા અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેનો જંગ આવતી ચૂંટણીમાં થવાનો છે બાકી બધું ભેળસેળવાળું મિલીભગતમાં તંત્ર છે.

ભારતીય જનતા પાર્ટી મોદીના નામ પર અને વિકાસના નામ પર મત માંગી રહી છે આમ આદમી પાર્ટી કયા મુદ્દા ઉપર માગશે? એ પ્રશ્નના જવાબમાં અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે દિલ્હીમાં અમારી સરકારે જે રીતે શિક્ષણ વ્યવસ્થામાં સુધારો કર્યો છે. વર્લ્ડ ક્લાસ સ્વાસ્થ્ય વ્યવસ્થા બનાવી છે. ભ્રષ્ટાચાર નાબુદ કરવા માટે તમામ સરકારી કચેરીઓનું ડીજીટલાઇઝેશન કરવામાં આવ્યું છે. આ સિવાય વીજળી ક્ષેત્રે દેશનો સૌથી પહેલું રાજ્ય
200 unit સુધી વીજળી આપે છે દેશના વીર શહીદોને 1 કરોડ રૂપિયાની સન્માન રાશિ આપે છે. મહિલાઓ માટે સરકારી બસોમાં મુસાફરી છે. આ તમામ ક્ષેત્રમાં લોકો માટે અમે જે સારું કામ કર્યું છે એ કામ ના આધારે અમે ગુજરાતની જનતા સમક્ષ અમારી વાત મુકીશું અને જણાવીશું કે સારી સરકાર બનાવવાથી આટલો ફાયદો થાય છે એ જ મુદ્દા ઉપર રમે જનતા સમક્ષ જઈશું.

આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના પ્રવાસે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ચૂંટણી પ્રચારમાં આવશે કેજરીવાલ નર્મદા જિલ્લામાં પણ આવશે જાહેરાત પ્રદેશ અધ્યક્ષ ઈટાલી કરી હતી અને ગુજરાતમાં શિક્ષણ સ્વાસ્થ્ય ખેતી વીજળી બેરોજગારી પાણી રોજગારી મહિલા સુરક્ષા મહિલા સન્માન વડીલોનું સન્માન વેપાર-ધંધા ઉદ્યોગનો વિકાસ બસ આ જ મુદ્દા ઉપર આમ આદમી પાર્ટી આગળ વધવા માંગે છે. તમે આમ જનતાને શું મેસેજ આપવા માંગો છો જવાબમાં જણાવ્યું હતું કે આમ જનતાને અમારું એક જ મેસેજ છે ગુજરાતમાં વર્ષોથી ભાજપ-કોંગ્રેસને આપણે મતો આપ્યા છે અને જોયું આમાં પણ જોયું જે પહેલા પણ જોયો સ્વાસ્થ્યમાં પણ જોયું સરકાર નિષ્ફળ ગઈ છે અને વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પણ નિષ્ફળ ગઈ છે ત્યારે જનતાને મારી એક જ વિનંતી છે આ વખતે વખત આમ આદમી પાર્ટીને પણ અજમાવી જુઓ અને કેવી સારી સરકાર બનાવવી હોય તો અજમાવી જુઓ કે ગુજરાતમાં કેટલું સારુ કામ થઈ શકે છે એમ જણાવી તેમણે ગુજરાતમાં પરિવર્તનનો સંકેત આપ્યો હતો.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરુચ જીલ્લામાં છેલ્લા 2 દિવસમાં 30 ઉપરાંતના જુગારીયોઓને લાખોની મત્તા સાથે પોલીસે ઝડપી પાડ્યા

ProudOfGujarat

લખતર ખાતે વિઘ્નહરતા ને વિદાય અપાઈ

ProudOfGujarat

અસલી સોનાનાં બિસ્કિટ બતાવી નકલી સોનાના બિસ્કીટનું વેચાણ કરતી ગેંગના ૪ આરોપીઓને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!