Proud of Gujarat
GujaratFeaturedINDIA

નેપાળ ખાતે પહોંચેલી વેલીયન્ટ ક્રિકેટ ટીમે ગૌરાંગ દવેના પિતાને શ્રદ્ધાંજલિ આપી.

Share

વેલીયન્ટ ક્રિકેટ ટિમના વિકેટ કીપર બેટ્સમેન ગૌરાંગ દવેના પિતા મુકેશભાઈ દવેનું કોરોના કાળ દરમ્યાન મૃત્યુ થયું હતું. બીમારી બાદ વડોદરા ખાતે તેમને છેલ્લા શ્વાસ લીધા હતા ત્યારે વેલીયન્ટ ક્રિકેટ ટીમ દ્વારા નેપાળમાં રમાયેલ રહેલી સ્ટાર ડેસ્ક ટી 20 દરમિયાન વેલીયન્ટ ક્રિકેટ ટીમના ઓફિશિયલ
સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કરીને ગૌરાંગના પિતાને શ્રદ્ધાંજલિ આપી હતી.

વેલીયન્ટ ક્રિકેટ દ્વારા આવી આ પહેલી ઘટના નથી વર્ષ 2015 માં નર્મદા જિલ્લાના ક્રિકેટર વિશાલ પાઠકના માતાનું બીમારી માં મૃત્યુ નીપજ્યું હતું ત્યારે રાજકોટ ખાતે રામાયેલ રહેલ ટુર્નામેન્ટ પેહલા શ્રદ્ધાંજલિ આપીને જ ટુર્નામેન્ટની શરૂઆત કરી હતી એટલે કહી શકાય કે વેલીયન્ટ ક્રિકેટ માત્ર ક્રિકેટ ટિમ જ નહીં પણ ટીમના દરેક ખેલાડીના સુખ દુઃખમાં સહભાગી થતી હોય છે એ ચાહે કોઈ ખેલાડીના ઘરમાં મૃત્યુનો પ્રસંગ હોઈ કે પછી કોરોના કાળ દરમ્યાન કોઈ ખેલાડીને તકલીફ પડી હોય તો તે સમયે પણ વેલીયન્ટ ક્રિકેટ તેમની પડખે ઉભું રહ્યું હતું.

Advertisement

હાલ તો નેપાળ ખાતે ટુર્નામેન્ટમાં વ્યસ્ત ક્રિકેટરો વિપુલ નારીગરા, રિચિ શુકલા, વિશાલ પાઠક, સલમાન પઠાણ, નીતિન ચૌધરી અને જયેશ વસાવાએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ગૌરાંગ દવેના પિતાને શ્રદ્ધાંજલિ અર્પિ હતી.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

વિપક્ષે યશવંત સિંહાને ત્રણ મોટા કારણોથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા.

ProudOfGujarat

રાજપીપલાની ક્રિસ્ટલ પબ્લિક સ્કુલ ખાતે “કૃમિ નાશક દિવસ” ની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

અમદાવાદ : ફ્લાવર શો – કાંકરિયા કાર્નિવલમાંથી ૭૦ જેટલા મોબાઇલ ચોરનાર ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!