Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : તિલકવાડામાં હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરાઇ.

Share

6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસે નર્મદાના તિલકવાડામા હોમગાર્ડ સ્થાપના દિવસ ઉજવાયો હતો જેમાં હોમગાર્ડ યુનિટના જવાનોએ શાળાના બાળકોએ ચોકલેટ બિસ્કિટનું વિતરણ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ દિવસે હોમગાર્ડ યુનિટ વિભાગને લોકોની સેવા માટે સ્થાપના કરવામાં આવી હતી અને આ દિવસને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમા હોમગાર્ડ યુનિટના જવાનો દ્વારા હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી કરતા તિલકવાડા નગરના હોમગાર્ડ યુનિટના જવાનોએ પણ શાળાના બાળકોને ચોકલેટ બિસ્કિટનું વિતરણ કરી અનોખી રીતે વિશ્વ હોમગાર્ડ દિવસની ઉજવણી કરવામાં આવી.

6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસની ગુજરાત સહિત નર્મદા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઉજવણી કરવામાં આવી હતી. અલગ અલગ વિસ્તારોમાં હોમગાર્ડના જવાનોએ આરોગ્ય કેન્દ્રમાં એડમિટ દર્દીઓને ફ્રુટ બિસ્કિટનું વિતરણ કરી તેમજ શાળાના બાળકોને ચોકલેટ, બિસ્કિટ, નોટબુક, પેન્સિલ વિગેરેનું વિતરણ કરી વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરી હોમગાર્ડ સ્થાપના દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તિલકવાડા નગરના હોમગાર્ડ યુનિટના ઓફિસર કામાન્ડર સુરેશભાઈ પ્રજાપતિ, વિનોદભાઈ બારીયા, પરેશભાઈ માછી સહિત અન્ય જવાનોએ તિલકવાડા પ્રાથમિક શાળા ખાતે બાળકોને નોટબુક, બોલપેન, બિસ્કિટ, ચોકલેટ વિગેરેનું વિતરણ કરી 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસની અનોખી ઉજવણી કરી હતી.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

કામના દબાણને કારણે દર ત્રણમાંથી લગભગ એક વ્યક્તિનું અંગત જીવન પ્રભાવિત થાય છે – આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડના સર્વેનું તારણ.

ProudOfGujarat

રાષ્ટ્રીય એકતા દોડ માટે નીકળેલ દોડવીર મિલિંદ સોમનનું ઝઘડીયા ખાતે આગમન.

ProudOfGujarat

સોમવારે કેટલીક ટ્રેનો રદ્દ થશે તો કેટલી ટ્રેનોના રૂટમાં ફેરફાર કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!