કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિ અને નિષ્ફળતા બાબતે નર્મદા કોંગ્રેસનું આવેદન રાજયમાં આર્થિક મંદી,બેરોજગારીમાં વિક્રમજનક વધારો, અતિવૃષ્ટિ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની આર્થિક બરબાદી, પાક વિમો ન મળવો જેવા અનેક સમસ્યાઓ દૂર કરવા સરકાર ત્વરિત પગલાં લે તેવી માંગ.
નર્મદા જીલ્લા કોંગ્રેસ દ્વારા કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિ અને નિષ્ફળતાના કારણે પ્રજાને રાહત મળે તેવા પગલાં લેવા નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન, ધરણા પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટરને આવેદન આપી રાજ્યપાલને મોકલવા રજુઆત કરવામાં આવી છે.
નર્મદા જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રમુખ હરેન્દ્ર વાળંદ અને ધારાસભ્ય પી.ડી.વસાવાની આગેવાની માં વડિયા ગાંધી ચોક ખાતે ધારણા પ્રદર્શન સરકાર વિરોધી સુત્રોચાર કરી રેલી લઇ નર્મદા કલેક્ટરને રાજ્યપાલને સંબોધતુ એક આવેદન આપ્યુ હતું જેમની સાથે પ્રદેશ મહામંત્રી હરેશ વસાવા,મંત્રી પ્રફુલ પટેલ, કાર્યકારી પ્રમુખ નિકુંજ પટેલ, ઉપ પ્રમુખ જયંતિ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ દામુભાઇ વસાવા, જતીન વસાવા, યુથ કોંગ્રેસ પ્રમુખ વાસુદેવ વસાવા, મુંતઝિર ખાન બલવંતસિંહ ગોહિલ, કેવડિયાના દક્ષા તડવી, મહિલા પ્રમુખ નીલમ વસાવા, સુમિત્રાબેન રાઉલજી, જીગ્નેશ કોન્ટ્રાક્ટર, પ્રકાશ વસાવા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
આ બાબતે ધારાસભ્ય પી.ડી.વસાવા એ જણાવ્યું કે હાલની કેન્દ્ર તથા ગુજરાત રાજયની ભાજ્ય સરકારની પ્રજા વિરોધી નિતિઓ અને સરેેઆમ નિષ્ફળતાઓને પરિણામે સર્જાયેલ રાજયમાં આર્થિક મંદી,બેરોજગારીમાં વિક્રમજનક વધારો,અતિ વૃષ્ટિ કમોસમી વરસાદ થી ખેડૂતોની આર્થિક બરબાદી, પાક વિમો ન મળવો, કાયદો વ્યવસ્થા પડી ભાગવી,પેટ્રોલ-ડિઝલ,ગેસના ભાવમાં ભાવ વધારો,બેંકોની વ્યવસ્થામાં મોટા કૌભાંડો,સરકારી કચેરીઓમાં મોટાપાયે ભ્રષ્ટાચાર, ટ્રાફિક વ્યવસ્થાના નામે પ્રજાને હેરાનગતિ, તમામ ધંધામાં આર્થિક મંદી,જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવમાં ત્રણ ધણો ભાવ વધારો,ખેડૂત અને પ્રજા વિરોધી સરમુખત્યાર શાહી વલણને લીધે રાજયના ખેડુતો સહિત સમગ્ર પ્રજા ત્રસ્ત બનેલી છે. ખેડૂતો પાક વીમા,વીજળી,ખેતપેદાશોના અપુરતા ભાવો સહિત અનેક સમસ્યાઓમાં ઘેરાયેલા હોય ખેડૂતોને પોષણ ક્ષમ ભાવો આપવા જોઈએ.
રાજય સરકારે પ્રજા વિરોધી નિર્ણયો લઈ પ્રજાની મૂળ ભુત સ્વતંત્રતા પર કાપ મુકવામાં આવ્યો છે. રાજય સરકારે વિરોધ વ્યકત કરનારાઓ સામે પણ પ્રતિબંધક કાનુની જોગવાઈઓનો બેફામ દુરઉપયોગ કરવાનું વલણ અપનાવ્યું હોવાથી પ્રજામાં ભય અને દહેશતનું વાતાવરણ પેદા થયું છે.પ્રજા હાડમારી સહન કરી રહી હોય જેના નિરાકણ માટે રાજય સરકારે ત્વરિત પગંલા લઈ ખેડૂતો અને પ્રજાને રાહત થાય તેવા પગલા લેવા જોઈએ અને ખેડૂતોની અને પ્રજાની માંગણી ઓનો અવાજ સાંભળવો જોઈએ અને યોગ્ય ન્યાય મળવો જોઈએ ની માંગ સાથેનું એક આવેદન આપ્યું હતું.
રાજપીપળા :આરીફ જી કુરેશી