નર્મદા જિલ્લા કલેકટર ડીએ શાહના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલા ચાર પ્રોજેક્ટ નેશનલ એવોર્ડ -21 સ્કોચ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. જેના માટે વોટિંગ લાઇન શરૂ કરવામાં આવી હતી. આ ચાર પ્રોજેક્ટમાં (1) નોંધારાનો આધાર પ્રોજેક્ટ (૨) રિસ્પોન્ડ ટુ કોવિડ -19, (3) ટુરિઝમ ઈનીશીયેટિવ ઈન નર્મદા ડિસ્ટ્રીક્ટ અને(4) ઈનીશીયેટિવ વર્ક ઈન નર્મદા ડિસ્ટ્રીક્ટ આમ કુલ આ ચાર પ્રોજેક્ટ સ્કોચ એવોર્ડ માટે નોમિનીટ થયાં હતા. જે માટે 30 નવેમ્બર સુધી વોટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં નોંધારાનો આધાર પ્રોજેક્ટને સૌથી વધુ 1406 વોટ મળ્યા હતા. જયારે રિસ્પોન્ડ ટુ કોવિદ -19 ને 1375 વોટ મળ્યા હતા. જયારે ટુરિઝમ ઈનીશીયેટિવ ઈન નર્મદા ડિસ્ટ્રીક્ટને 1373 વોટ મળ્યા હતા. જયારે સૌથી ઓછા મત ઈનીશીયેટિવ વર્ક ઈન નર્મદા ડિસ્ટ્રીક્ટને 1338 વોટ મળ્યા હતા.
આ ચાર પ્રોજેક્ટમાંથી ત્રણ પ્રોજેક્ટ (1) નોંધારાનો આધાર પ્રોજેક્ટ (૨) રિસ્પોન્ડ ટુ કોવિડ -19, (3) ટુરિઝમ ઈનીશીયેટિવ ઈન નર્મદા ડિસ્ટ્રીક્ટ સેમી ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ પામ્યા છે અને ત્રણે પ્રોજેક્ટ સેમી ફાઇનલમાંથી ફાઇનલ સ્ટેજમાં ફાઈનલ કોમ્પિટિશનમાં પ્રવેશ્યા છે. જોકે જાણવા મળેલી માહિતી અનુસાર તેની ફાઇનલ પ્રવેશેલા આ ત્રણ પ્રોજેક્ટ ને હવે તેની વેબસાઇટ ઉપર બહોળી પ્રસિદ્ધિ માટે અપલોડ કરવામાં આવશે અને લોકો એને જોશે અને ત્યારબાદ તેનું એક્સપર્ટ વોટીંગ પણ થશે. ત્યારબાદ જયુરી દ્વારા ફાઇનલનું રિઝલ્ટ જાહેર થશે. ત્યારે હવે નર્મદાના કેટલા પ્રોજેક્ટ એવોર્ડ વિનર થાય છે તેની આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી છે. જેમાં નિરાધાર માટે સમગ્ર ગુજરાતમાં લોકપ્રિય થયેલ નર્મદા કલેકટર ડી એ શાહના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ માનવતાવાદી પ્રોજેક્ટ નોંધારાનો આધાર પ્રોજેક્ટ સૌથી વધુ ચર્ચામાં છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા