Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : પોસ્કોના કેસમાં આરોપીને 10 વર્ષની સખ્ત કેદની સજા મળતા આરોપી થયો ફરાર.

Share

પોસ્કોના કેસમાં આતિષકુમાર શાંતિલાલ તડવીને 10 વર્ષની સખ્ત કેદની સજા થઈ હતી પણ સજા સાંભળીને ગભરાઈ ગયેલ આરોપી કોર્ટના ત્રીજા માળના ટોયલેટની ગ્રીલ કાઢીને પાછળના રસ્તેથી કોર્ટમાંથી ફરાર થઇ જતા ચકચારમચી જવા પામી હતી. જોકે ફરાર આરોપીને ગુવાર ગામેથી એલ.સી.બી. નર્મદા પોલીસે ઝડપી પાડી તેને પુનઃ કોર્ટમાં રજુ કરતા પોલીસે રાહતનો દમ લીધો હતો.

પ્રાપ્ત માહીતી અનુસાર આરોપી આતિશકુમાર શાંતિલાલ તડવી (ઉ.વ .21 મૂળ રહે . કોયારી, તા. તિલકવાડા) ફરિયાદીની દીકરી ભોગ બનનાર સગીરવય હોવાનું જાણવા છતાં ભોગ બનનારને પટાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જઈ ગુનો કરેલ જે બાબતે તિલકવાડા પોલીસમાં ફરિયાદીએ ફરિયાદ કરેલ. જેમાં તપાસ કરનાર અમલદાર આર એલ રાઠવાએ પૂરતો પુરાવો મેળવી ચાર્જશીટ કરતા ન એડી સેસન્સ જ્જ એન એસ સિદ્દીકીની કોર્ટમાં પોસ્કો કેસન.9/2017 થી કલમ 376 તેમજ પોસ્કો એક્ટ મુજબ કેસ ચાલતા જિલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહિલની દલીલને ગ્રાહ્ય રાખેલ અને આઈ પી સી કલમ 376 અને પોસ્કો એક્ટની કલમ મુજબ તકસીરવાર ઠેરવી આરોપીને 10 વર્ષની સખ્ત કેદની સજા તેમજ રૂ.5000/- દંડ કરેલ.

Advertisement

જોકે રાજપીપલા કોર્ટમાં તિલકવાડા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ફસ્ટ ૨૭/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૬૩,૩૬૬,૩૭૬ તથા પોક્સો કલમ-૪ મુમ્બના ગુનાના કામના આરોપી આતિશભાઇ શાંતીલાલ તડવી (રહે. કોયારી તા.તિલકવાડા જી.નર્મદા) વિરૂધ્ધ કોર્ટ કાર્યવાહી ચાલુ હતી. તે દરમ્યાન કોર્ટ દ્વારા આરોપીને પુરાવા આધારે દસ વર્ષની સજા તથા રૂ.૫૦૦૦ દંડની સજા ફટકારતા આરોપી ગભરાઈ જતા કોર્ટમાંથી ટોયલેટ જવાનું જણાવી કોર્ટના ત્રીજા માળના ટોયલેટની ગ્રીલ કાઢી પાછળના રસ્તેથી કોર્ટમાંથી ફરાર થઇ ગયો હતો.જે અંગેની જાણ એ.એમ.પટેલ,પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. ને થતાં એલ.સી.બી. સ્ટાફના તમામ માણસોની અલગ-અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ કરવાની તજવીજ હાથ ધરતા આરોપી ગુવાર ગામે હોવાની બાતમી મળતા પો.ઇન્સ. એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો દ્વારા આરોપી આતિશભાઇ શાંતીલાલ તડવીને ગુવાર ગામેથી ઝડપી પાડી ગુનાના કામે રાજપીપલા કોર્ટમાં રજુ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ગોધરા નગરપાલિકા વિસ્તારમાં દૂધ, દવા, સસ્તાં અનાજની દુકાનો, એલ.પી.જી- પેટ્રોલપંપ, હોસ્પિટલ સિવાયની તમામ દુકાનો-સેવાઓ બંધ રહેશે.

ProudOfGujarat

વિશ્વ જળ દિવસ નિમિત્તે અંગારેશ્વર પ્રાથમિક શાળામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દહેજ દ્વારા પાણી બચાવ ઝુંબેશ હેઠળ નો કાર્યક્રમ રજૂ કરી બાળકો સાથે ચિત્ર સ્પર્ધા જેવી વિવિધ હરીફાઈનો આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વરની નોબલ સ્ટીલ એન્જીન્યરીંગ વર્કસમાં 72 માં ગણતંત્ર દિવસની આન-બાન-શાનથી ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!