છેલ્લા ત્રણ દિવસથી નર્મદા જિલ્લામાં કમોસમી ભારે વરસાદ પડી રહ્યો છે. હાલ અત્યારે સમગ્ર નર્મદા જિલ્લામાં સતત વરસાદી માહોલને કારણે બર્ફીલો ઠંડો માહોલ જામ્યો છે. ઠંડીનું વાતાવરણ અને વરસાદ વચ્ચે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે. ખાસ કરીને વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અને આજુબાજુનો સ્ટેચ્યુ પરિસર વિસ્તાર ચારે બાજુથી પ્રકૃતિ સભર વિસ્તાર સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. સાતપુડા અને વિંધ્યાચલની ગિરિમાળાઓમાં અથડાતા વાદળો અને કાળા ડિબાંગ વાદળોમાંથી તૂટી પડતાં ઝરમર વરસાદની ધારાની સાથે ખળખળ વહેતા ઝરણાઓ, ડુંગરાઓ, ખાડીઓ અને ઝરણાઓ કારણે દૂરથી દિસતા રળિયામણા ડુંગરોમીની કાશ્મીરની યાદ અપાવી રહ્યા છે. આ મનોહર દ્રશ્ય જોઈને પ્રવાસીઓ મનોમન ગાઈ રહ્યા છે કે..”ઝાકળને બદલે ઝરમર થઈ ગયું, પ્રભુથી પણ કંઈક અલગ થઈ ગયું, ગુલાબી સવારે કોને રિઝવવા, માટીથી મહેકતું મનોહર થઈ ગયું, કેવડીયા પણ આજે મનાલી થઈ ગયું.
સાચા અર્થમાં કેવડિયાનો સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરનો વિસ્તારમાં કાશ્મીર અને મનાલીનો માહોલ ખડો થયો છે. હાલ પ્રવાસીઓ વરસતા વરસાદમાં પ્રવાસની મજા માણી રહ્યા છે. પ્રકૃતિની સાથે ઝૂમી રહ્યા છે. ચારે બાજુ ઝરમર વરસાદ, ધુમ્મસ, લીલાછમ ડુંગરોનું પ્રાકૃતિક દ્રશ્ય મનને મોહી લે તેવા દ્રશ્યો જોઈને પ્રવાસીઓ ઝૂમી ઉઠયા છે. હાલ વરસાદી માહોલ છે અને પ્રવાસીઓની સંખ્યા થોડી ઓછી છે છતાં પણ આવા વરસાદી માહોલમાં ફરવાની પ્રવાસીઓ મન મૂકીને મજા માણી રહ્યા છે
દીપક જગતાપ, રાજપીપલા
નર્મદા જિલ્લામાં ભારે વરસાદને કારણે SOU ખાતે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી.
Advertisement