Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત વિશેષ ઝુંબેશને મળી સફળતા.

Share

ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ અંતર્ગત તા.૦૧/૦૧/૨૦૨૨ ના રોજ ૧૮ વર્ષની વયની લાયકાતના ધોરણે મતદાર યાદીમાં નવા નામ ઉમેરવા, નામ કમી કરવા, નામ-સરનામામાં જરૂરી સુધારા વધારા કરવા તેમજ એક જ વિધાનસભા મત વિસ્તારમાં સ્થાળાંતર થવાથી સરનામુ બદલવા વગેરે જેવી જિલ્લા ચૂંટણી- તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અન્યવે નર્મદા જિલ્લામાં ગત તા.૧૪ અને તા.૨૧મી નવેમ્બરની ખાસ ઝુંબેશ દરમિયાન કુલ ૧૦,૨૧૩ ફોર્મ (અરજીઓ) તેમજ તા.૨૭ અને તા.૨૮ મી નવેમ્બર ૨૦૨૧ના દિવસોની ખાસ ઝુંબેશ દરમિયાન ૧૫,૮૩૬ ફોર્મ (અરજીઓ) સહિત નર્મદા જિલ્લામાં તા.૦૧ લી થી તા.૨૮ મી નવેમ્બર સુધીમાં કુલ ૨૬,૧૧૭ જેટલા ફોર્મ (અરજીઓ) પ્રાપ્ત થયેલ છે.

નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી.એ.શાહે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, મતદાર યાદીની હાલમાં ચાલી રહેલી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળની કામગીરી સંદર્ભે બે દિવસ અગાઉ પણ તેમના તરફથી પ્રચાર-પ્રસારના માધ્યમો ધ્વારા તમામ લોકોને ઉક્ત કામગીરીમાં પૂરતો સહયોગ આપીને મહત્તમ લાભ લેવા કરાયેલી જાહેર અપીલને લોકોનો અભૂતપૂર્વ સહકાર સાંપડ્યો છે. સમગ્ર જિલ્લા વહિવટી તંત્રએ પણ આ બાબતે ખૂબ જ ઊમદા કામગીરી કરી છે. ખાસ કરીને યુવા વર્ગો પણ ખૂબજ ઉત્સાહપૂર્વક આ ઝુંબેશમાં જોડાયેલા છે. અને આજદિન સુધી મતદાર યાદી સુધારણા સંદર્ભે કુલ ૨૬,૧૧૭ ફોર્મ્સ (અરજીઓ) મળેલ છે. જેમાં નવા મતદાર તરીકે નોંધણીના ફોર્મ નં.૬ હેઠળ ૧૧,૮૮૮ ફોર્મ્સ (અરજીઓ) પ્રાપ્ત થયેલ છે, જે પૈકી ૧૮ થી ૧૯ વર્ષની વય જૂથના યુવા મતદારોની ફોર્મ નં. ૬ માં ૭,૮૩૨ અરજીઓનો સમાવેશ થાય છે. તદ્ઉપરાંત નામ કમી કરવા માટે ફોર્મ નં. ૭ માં ૫,૦૫૦ ફોર્મ્સ (અરજીઓ) તેમજ સુધારા-વધારા કરવા માટે ફોર્મ નં.-૮ માં ૯,૧૧૧ ફોર્મ્સ (અરજીઓ)નો સમાવેશ થાય છે. આમ, મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યકર્મ અંતર્ગત આ ઝુંબેશને નર્મદા જિલ્લામાં અદભૂત સફળતા મળેલ છે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી.એ.શાહે વધુમાં જણાવ્યું હતું કે, સૌથી મહત્વની એ બાબત ઉલ્લેખનીય છે કે, ઉકત કામગીરી અન્વયે જે કંઇ નોંધણી થયેલ છે, તેમાં મહત્તમ નોંધણી ઓનલાઇન થયેલ છે અને આ ઓનલાઇન નોંધણી માત્ર યુવા વર્ગને આભારી છે. નર્મદા જિલ્લો આદિવાસી અને એસ્પિરેશનલ જિલ્લો હોવા છતાં આ જિલ્લાનો યુવા મતદાર આટલો જાગૃત હોય અને ઓનલાઇન ફોર્મ્સ સબમીટ કરે તે આ જિલ્લા માટે એક પ્રગતીની નિશાની છે અને તે ખૂબ જ પ્રસંશનીય બાબત છે, ત્યારે હજી પણ આવી કામગીરી માટે કોઇ બાકી રહી ગયેલ હોય તા. ૩૦ મી નવેમ્બર-૨૦૨૧ ના દિન સુધીની અંતિમ તકનો લાભ લઇ સંબંધિત મતદાર નોંધણી અધિકારી અને મદદનીશ મતદાર નોંધણી અધિકારી પ્રાંત અધિકારીની કચેરી અને મામલતદારની કચેરીનો કે સંબંધિત BLO નો સંપર્ક કરીને અથવા ઓનલાઇન પ્લેટફોર્મ જેવા કે, Voter Helpline અને PWD App જેવી મોબાઇલ એપ્લિકેશનનો ઉપયેાગ કરી તેમજ ચૂંટણી પંચની ઓનલાઇન વેબસાઇટ WWW.NVSP.IN WWW.VOTER PORTAL.ECI.GOV.IN અને WWW.CEOGUJARAT.GOV.IN ના માધ્યમથી ઘરે બેઠા મતદાર તરીકે નોંધણી, સુધારા-વધારા, નામ કમી અંગેની અરજી કરી શકાય છે, જેની નોંધ લેવા શાહે અનુરોધ કર્યો છે

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

અંકલેશ્વર-હાસોટ ના મુખ્ય માર્ગ ઉપર ઝાડ ધરાશય થતા એક યુવાનને ગંભીર ઇજા, યુવાનને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો…

ProudOfGujarat

વિવિધ ક્ષેત્રોમાં લોન માટેની રકમ નક્કી કરાઇ : ભરૂચની બેંકોનો રૂા.૩૫૮૩ કરોડનો ક્રેડિટ પ્‍લાન મંજૂર કરાયો

ProudOfGujarat

ઝઘડિયાની બિરલા સેન્ચ્યુરી કંપની દ્વારા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે અનોખું અભિયાન શરૂ કરાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!