Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : એસીબીના લાંચ કેસમાં ઝડપાયેલ મહિલા તલાટીની જામીન અરજી ફગાવી દેતી સેસન્સ કોર્ટ.

Share

નર્મદામા ચકચારી કેસમા એસીબીના લાંચ કેસમાં ઝડપાયેલ મહિલા તલાટીની જામીન અરજી નામંજૂર થઈ છે. જે આરોપીની જામીન અરજી સેસન્સ કોર્ટે ફગાવી દીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ધારીખેડા સીમમાં ફરિયાદીના માતૃશ્રીનું મરણ થવાથી તેઓનું નામ કમી કરવા માટે આરોપી નિમિષાબેન બી રાવતે રૂ.1000/-ની લાંચની માંગણી કરી હતી. જે ફરિયાદી આપવા માંગતા ન હોય જેથી એસીબીએ છટકાનું આયોજન કરેલ જેમાં પંચની હાજરીમાં આરોપીએ લાંચની રકમની માંગણી કરી, સ્વીકારી અને તે રકમ તેઓ પાસેથી રિકવરી થતા ગુનો દાખલ થયેલ. જેમાં આરોપીએ સેસન્સ કોર્ટમાં જામીન અરજી ગુજારતા ફરિયાદપક્ષે જિલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહિલની દલીલો ગ્રાહ રાખતા સેસન્સ જજ એન.પી ચૌધરીએ આરોપીની જામીન અરજી રદ કરેલ છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓવૈસી ની મહત્વની ભૂમિકા : છોટુભાઈ વસાવા.

ProudOfGujarat

કેમિકલ વેસ્ટ ગેરકાયદે નિકાલ – અંકલેશ્વરની સૂર્યા લાઇફ સાયન્સ કંપનીના એમડી સહિત 3 આરોપી સામે ગુનો નોંધાયો

ProudOfGujarat

ઉમરપાડામાં આદિવાસી સંગઠન દ્વારા યુ.સી.સી.નો પ્રબળ વિરોધ કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!