Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા ખાતે “નોંધારાના આધાર ” પ્રોજેક્ટનું કલેકટર નર્મદા દ્વારા સફળ પ્રેઝન્ટેશન.

Share

નિરાધાર અને ગરીબોના ઉત્થાન માટેનો માનવતાવાદી “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ હવે ગુજરાતના અન્ય જિલ્લાઓમા પણ કાર્યરત થવા જઈ રહ્યો છે. એ માટે ગુજરાતના 8 દેવસ્થાનો યાત્રાધામોમા “નોંધારાનો આધાર “પ્રોજેક્ટના અમલીકરણ માટે વિડિઓ કોન્ફરન્સ દ્વારા માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ મહત્વની વિડિઓ કોન્ફરન્સ દ્વારા બેઠક બોલાવી હતી. જેમાં રાજપીપલા કલેકટર કચેરીના વિડિઓ કોન્ફરન્સ રૂમમાથી નોંધારાના આધાર પ્રોજેક્ટના અમલીકરણ અઘીકારીઓ તથા સદસ્યોની ઉપસ્થિતિમાં જિલ્લા કલેકટર ડી.એ શાહે નોંધારાનો આધાર પ્રોજેક્ટનું અસરકારક પ્રેઝન્ટેશન કર્યું હતું. આ પ્રસંગે વિડીયો કોન્ફરન્સમાં નિવાસી અધિક કલેકટરએચ કે વ્યાસ, આદિજાતિ મદદનીશ કમિશનર એસ.એમ ગરાસીયા તથા નોંધારાનો આધાર પ્રોજેક્ટના સદસ્યો ગુંજનભાઈ મલાવિયા, કૌશલભાઇ કાપડિયા, દીપકભાઈ જગતાપ, કમલેશભાઈ પટેલ અને સુરેશભાઈ વસાવા તથા અન્ય અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ કોન્ફરન્સમાં માર્ગ મકાન અને વાહન વ્યવહાર અને માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ આઠ જિલ્લાના અધિકારીઓ સાથે નોંધારાનો આધાર પ્રોજેક્ટ હાથ ધરવા યાત્રાધામોમાં કેવી રીતે સફળ બની શકે તે માટે કરેલ કામગીરીની સમીક્ષા કરી હતી. જેમાં મોટાભાગના અધિકારીઓએ તમામ યાત્રાધામોમાં નિરાધાર લોકોને નોંધારાની વ્યાખ્યામાં આવતા નિરાધાર લોકોનેઆ પ્રોજેક્ટમાં સમાવી તેમને સરકારી લાભો આપવા માટેની તૈયારી બતાવી હતી. આ અંગેની કામગીરી તેમણે શરૂ કરી દીધી હોવાનું જણાવ્યું હતું. કામગીરી ડિસેમ્બરના અંત સુધીમાં પૂરી થઈ જશે તેવી હૈયાધારણ પણ પણ આપી હતી. આમ હવે નોંધારાનો આધાર પ્રોજેક્ટ ગુજરાતના આઠ પવિત્ર યાત્રાધામોમાં સફળ રીતે અમલ થવા જઈ રહ્યો છે એ નર્મદા જિલ્લા માટે ગૌરવની વાત કહી શકાય.

આ પ્રસંગે જિલ્લા કલેકટર ડી એ શાહે મંત્રી સમક્ષ સફળ અને અસરકારક પ્રેઝન્ટેશન રજૂ કરકર્યું હતું એનાથી મંત્રી, અધિકારીઓ પણ પ્રભાવિત થયા હતા. હવે ગુજરાતમાં આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક આગળ વધે માટે સરકારના પણ પ્રયાસો શરૂ થયા હોવાનું જણાવ્યું હતું. ગુજરાતના આઠ દેવસ્થાનો સોમનાથ, અંબાજી, દ્વારકા, પાવાગઢ, પાલીતાણા દેવસ્થાનમાં અમલીકરણની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. એટલું જ નહીં વડાપ્રધાન દ્વારા મન કી બાત કાર્યક્રમમા પણ ઉલ્લેખ કરવા પીએમઓ પણ રજૂઆત કરવામાં આવી હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ નર્મદા જિલ્લા કલેકટર ડીએ શાહે આ પ્રોજેક્ટ સૌ પ્રથમ બનાવ્યો છે. ભિક્ષુક જેવા રખડતા અને નિરાધાર જીવન જીવતા લોકો જેમને સરકારની યોજનાઓ અને તેમના લાભો વિશે કંઈ જ ખબર નથી એવા નિરાધાર લોકોનો આધાર બનીને અને ભોજનથી માંડીને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓના લાભો આપી તેને તેને રાષ્ટ્રના પ્રવાહમાં જોડવાનુ કામ નર્મદા કલેકટર ડી એ શાહે કર્યું છે. નર્મદા જિલ્લામાં ૧૩૩ જેટલા ગરીબ નિરાધાર લાભાર્થીઓને શોધી તેમને આધાર આપીને તેમના અંધકારમય જીવનમાં પ્રકાશ પાથર્યો છે. ત્યારે હવે આ પ્રકાશનું અજવાળું ગુજરાતના અન્ય જિલ્લાઓમાં અને અન્ય રાજ્યોમાં પણ પ્રસરી રહ્યું છે. એ ઉપરાંત વડોદરા મહાનગર પાલિકા દ્વારા વડોદરા જિલ્લામા 55 જેટલાં નોંધારા પરિવારોને લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યુ છે. વડોદરામા પણ આ પ્રોજેક્ટ લોન્ચ કરવાનું કામ ચાલી રહ્યું છે. એ ઉપરાંત આ પ્રોજેક્ટથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ખૂબ પ્રભાવિત થયા છે ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ મન કી બાત કાર્યક્રમમાં આ પ્રોજેક્ટનો ઉલ્લેખ થાય તે માટે પીએમઓ કાર્યાલયમાં રજૂઆત કરવામાં આવી છે. ટૂંકમાં હવે આ પ્રોજેક્ટ સમગ્ર દેશમાં લોકપ્રિય બને તો નવાઈ નહીં. નર્મદામાં પ્રોજેક્ટ સફળ થયો છે ત્યારે કલેક્ટર ડી એ શાહના જણાવ્યા અનુસાર બીજા જિલ્લાઓને રાજ્યમાંથી આ પ્રોજેક્ટની કામગીરી આ માટે નર્મદા જિલ્લાનો પ્રવાસ કરશે ત્યારે નર્મદાની ટીમને તૈયાર કરવામાં આવી છે. નોધારાના આધાર પ્રોજેક્ટના સદસ્યો અને એમની ટીમ સમગ્ર પ્રોજેક્ટને સારી રીતે સમજાવશે.

Advertisement

નર્મદા કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે આ સમગ્ર પ્રોજેક્ટનો લાભઅને માર્ગદર્શન અન્ય જિલ્લા, રાજ્યમાં કે સમગ્ર દેશમાં જેને જોઈતું હોય તે માટે અમે વેબસાઈટ લોન્ચ કરી છે કરી છે. આ વેબસાઇટમાં બધી જ પ્રકારની માહિતી મૂકવામાં આવેલી છે. અમે એક વેબ પોર્ટલ પર લોન્ચ કર્યું છે. જેમાં લાભાર્થીને અપાતા બધા જ લાભો તેમજ તેની માહિતી,ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવે છે. અહીં બધી ભાષાઓમાં મુકવામાં આવેલ હોવાથી રાજ્યોની કોઈ વ્યક્તિ પણ પ્રોજેક્ટને જોઈ શકે છે તેનું માર્ગદર્શન માહિતી મેળવી શકે છે. ત્યારે આ પ્રોજેક્ટ હવે સમગ્ર દેશભરના નિરાધારોનો આધાર મળે તો નવાઈ નહીં.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

વડોદરા : ચોરીની બેટરી વેચવા ફરતાં બે ઇસમોને પકડી પાડતી કારેલીબાગ પોલીસ.

ProudOfGujarat

બેગમપુરાના તુલસી ફળીયામાં જુગારધામ પર વિજિલન્સની રેડ જાણો વધુ…???

ProudOfGujarat

જંબુસરનાં કાવી કંબોઇ શિવરાત્રી મેળામાં પાંચ મોબાઈલ ચોર ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!