Proud of Gujarat
FeaturedGujaratINDIA

કેવડિયા નજીકના પ્રોજેક્ટો પર લાખોના સામાનની ચોરી થતા પોલીસ ફરિયાદ.

Share

નર્મદા જીલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ કેવડિયા તરફ લોકોની અવર જવર પણ બમણી થઈ હોય એ તરફ ચોરીઓનું પ્રમાણ પણ વધી રહ્યું હોય પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કેવડિયા નજીકના વાગડીયા ગામ પાસે આવેલી એલ એન્ડ ટી કંપનીની ઓફીસ સામેના પાર્કિંગમાં મુકેલ હેલોજન લાઈટ નંગ તથા ટાવર -૧ તેમજ રેવા ભવન પાર્કીંગમાં મુકેલ બે લાકડાના ટેબલ મળી કુલ રૂપીયા ૩૫,૪૦૦/- ના સામાન ની કોઈ ચોરી કરી ગયું હતું.
જ્યારે બીજી ચોરી વાઘડીયા પાસે આવેલ પામ આઇલેંડ તથા સર્કીટ હાઉસના રોડની બન્ને સાઇડ તરફ થઈ હતી જેમાં સરદાર સરોવર નર્મદા નીગમમા સ્ટેચ્યું સ્ટેચ્યુ ઓફ યુનીટીની આજુબાજુ આવેલા પ્રોજેક્ટમાંથી ડેકોરેટ લાઇટીંગ સર્કીટ હાઉસ ખાતે લગાડી હતી જેમાથી ૧૪ એલ.ઇ.ડી ફ્લડ લાઇટ જેમાં એક ની કી.રૂ,૧૯,૦૦૦/- લેખે ૧૪ લાઇટની કી.રૂ.૨,૬૬,૦૦૦/- તથા જંકશન બોક્ષની એક જેની કી.રૂ.૫૦૦૦/- લેખે કુલ કી. રૂ.૨,૭૧,૦૦૦/- ની ચોરી કોઇ અજાણ્યા ચોર ચોરી કરી જતા બન્ને ચોરી બાબતે કેવડિયા પો.સ્ટે. માં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ગુજરાતમાં રીક્ષાચાલકો માટે હવે યુનિફોર્મ ફ૨જિયાત.

ProudOfGujarat

અંકલેશ્વર સિદ્ધ ટેકરી રામકુંડ સ્થિત શ્રી ક્ષિપ્રા ગણેશજી મંદિર ખાતે સૌ પ્રથમ વખત ગણેશ પુરાણનું આયોજન કરાયું…

ProudOfGujarat

ભરૂચનાં રોટરી હોલ ખાતે RCC દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!