સાબરમતીથી કેવડિયા સુધીની સી-પ્લેન સર્વિસ શરૂ થઈ હતી, જેનો કોન્ટ્રાકટ પૂરો થતાં હવે નવેસરથી ટેન્ડર શરૂ કરાશે. આ સિવાય સી-પ્લેન સર્વિસ માટે સર્વે કામગીરી શરૂ કરાઈ છે. ગુજરાતને બે સી-પ્લેન માટે આર્થિક સહાય મળે એ માટે રજૂઆત કરાઈ છે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે સાબરમતીથી સ્ટેચ્યુ સુધી સવાર-સાંજ બે ફ્લાઇટ શરૂ કરાશે. ડીસા એર ટ્રિપની જમીન સોંપણી માટે પણ દરખાસ્ત કરાઈ છે.
એર સી-પ્લેનનની સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે રાજ્યના છ સ્થળોને પસંદગી કરાઇ. નાગરિકોને સી-પ્લેનની સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે રાજ્યના છ સ્થળોને પસંદગી કરીને કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સ્થળોમાં સાબરમતી રીવરફ્રન્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, પાલિતાણા શેત્રુજ્ય ડેમ, સાપુતારા લેક, મહેસાણા ધરોઈ ડેમ અને સુરતના ઉકાઈ ડેમની પસંદગી કરવામાં આવી છે. આ સેવા માટે રાજ્યને બે સી પ્લેનની સુવિધા મળે એ માટે રાજ્ય સરકાર તરફથી કેન્દ્રને આર્થિક સહાયની રજૂઆત પણ કરવામાં આવી છે. આગામી સમયમાં પાઈલોટ પ્રોજેક્ટ તરીકે સાબરમતી રીવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે સવાર-સાંજ બે ફ્લાઈટની સુવિધાઓ કરવા માટે મંજુરી માંગવામાં આવી છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા