નર્મદા જિલ્લામાં સરકારી કર્મચારીઓઅને અધિકારીઓને 15 વર્ષ પહેલા ટ્રાયબલ ભથ્થુ મળતું હતું. પરંતુ હવે સરકારે છેલ્લા ઘણા વર્ષથી સરકારી કર્મચારીઓને ટ્રાયબલ ભથ્થુ આપવાનું બંધ કરી દીધુ છે. નર્મદા જિલ્લો ટ્રાયબલ વિસ્તાર ગણાય છે. જેમાં મોટાભાગના અધિકારીઓ પાસે એક કરતાં વધારે ચાર્જ હોય છે. આ અધિકારીઓ છે પાસે એક કરતાં વધુ ચાર્જ હોવાથી તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે છે પણ તેમને કોઈ ટ્રાઈબલ ભથ્થું મળતું નથી. તેમની પાસે બમણું કામ લેવાય છે તેનું કોઈ વધારાનું મહેનતાણું તો મળતું નથી પણ ટ્રાઈબલ ભથ્થું આપવું જોઈએ.બીજા મોટા શહેરો અને મોટા જિલ્લાઓમાં તો ટ્રાન્સપોર્ટ એલાઉન્સ અને મેડિકલ ભથ્થું પણ વધારે મળતું હોય છે જયારે નર્મદા જેવા નાના જિલ્લામા આ એલાઉન્સ પણ ઓછું મળે છે એટલે એમાં પણ એમને આર્થિક નુકશાન તો છે જ ત્યારે એક તો એક કરતા વધારે હોદ્દાઓ અને ચાર્જ સંભાળતા અધિકારીઓને કામનું ભારણ વધારે હોય છે. ત્યારે ટ્રાઈબલ ભથ્થું આપવું જોઈએ એવુ અધિકારીઓની લાગણી છે.
આ અંગે રાજકીય નેતાઓ ખાસ કરીને સાંસદો અનેક ધારાસભ્યો કર્મચારીઓના ટ્રાઈબલ ભથ્થું અંગે વિચારે અને સરકારમાં રજૂઆત કરે તો આ અધિકારીઓને ટ્રાઈબલ ભથ્થુ મળી શકે તેમ છે. રાજકીય નેતાઓએ આ માટે પણ વિચારવું જોઈએ એવુ અધિકારી વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા