Proud of Gujarat
GujaratFeaturedINDIA

દેડીયાપાડાનાં ગુલ્ટાચામ ગામે જુગાર રમતા ચાર જુગારીઓ ઝડપાયા.

Share

હિમકરસિંહ પોલીસ અધિક્ષક નર્મદા તથા ના.પો.અધિક્ષક રાજેશ પરમારે પ્રોહી-જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આધારે સર્કલ પોલીસ ઇન્સપેકટર પીપી ચૌધરીના સુપરવિઝન હેઠળ પો.સ.ઇ. એચ.વી.તડવી તથા બીજા પોલીસ સ્ટાફના માણસો સાથે પ્રોહી-જુગારની ડ્રાઇવ અંગે પોસ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હાજર હતા તે દરમ્યાન સાથેના મળેલ બાતમી હકીક્ત આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે મોજે-ગુલ્ટાચામ ગામે નવીનગરીમાં રહેતા છત્રસીંગભાઇ ઉર્ફે કાલુ છગનભાઇ વસાવાના ઘરની પાછળ આવેલ કપાસના વાવેતરવાળા ખેતરના શેઢા ઉપર આવેલ વાંસના ઝાડવાઓની આકાશમાં ખુલ્લી જગ્યામાં રેઇડ કરતા જાહેરમાં પત્તા-પાનાનો હાર-જીતનો જુગાર રમતા ચાર આરોપીઓ- (૧) છત્રસીંગભાઇ ઉર્ફે કાલુ છગનભાઇ વસાવા (૨) વિક્રમભાઇ ઉર્ફે વિકુ રમેશભાઇ વસાવા (૩) મુનેશભાઇ ઉર્ફે ટેંડળ અમરસીંગભાઇ વસાવા (૪) રણજીતભાઇ શંકરભાઇ વસાવા તમામ રહે.ગુદાચામ તા.દેડીયાપાડા જિ.નર્મદા નાઓ રેઇડ દરમ્યાન મળી આવી પકડાઇ ગયેલ હોય અને પકડાયેલ આરોપીઓની અંગ ઝડતીમાંથી મળી આવેલ રોકડા રૂ.૯૦૪૦/- તથા દાવ ઉપરના રોકડા રૂ.૧૬૦૦/- તથા પત્તા પાના નંગ-પર કિં.રૂ.૦૦/૦૦ મળી કુલ કિં.રૂ.૧૦,૬૪૦/- ના જુગારના મુદ્દામાલ સાથે પકડાઇ ગયેલ હોઇ જેથી તમામ આરોપીઓ વિરુદ્ધમાં ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

વડોદરા : માંજલપુરમાં આવેલ શિવ દર્શન સોસાયટી પાસે ગટર લાઇનની કામગીરી અધૂરી કરતા રહેવાસીઓ દ્વારા મ્યુ.કમિશનરને પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

હિરાસર એરપોર્ટમાં ફરી વિઘ્ન : ૧૩ જમીન ધારકોનો વળતર લેવા સહમતી ન આપી

ProudOfGujarat

વડોદરાના વાઘોડિયામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!