Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા ડેમમાંથી અચાનક પાણીનો જથ્થો છોડવાને લીધે કુબેર ભંડારીએ ડુબવાની ઘટના તેમજ રાહત-બચાવ કામગીરીનું પોઇચા ખાતે સફળ મોકડ્રીલ યોજાયું.

Share

નર્મદા ડેમમાંથી અચાનક પાણીનો જથ્થો છોડવાને લીધેકુબેર ભંડારીએ ગ્રામજનો તેમજ અન્ય ચાર પ્રવાસીઓના પાણીમાં ડુબી જતા દોડધામ મચી જવા પામી હતી. જોકે ગણતરીનાં સમયમાં રાહત-બચાવની હાથ ધરાયેલી કામગીરીથી તમામ પ્રવાસીઓનો આબાદ બચાવથવાની આ સમગ્ર ઘટનાનું સફળ મોકડ્રિલ પોઇચા ખાતે યોજાઈ હતી.

નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનતંત્ર દ્વારા બપોરે ૧૨ ના સુમારે જિલ્લાના નાંદોદ તાલુકાના પોઇચા ગામે નર્મદા નદીમાં સરદાર સરોવર નર્મદા ડેમની પાણીની સપાટીમાં ઝડપથી વધારો થતાં એકાએક નર્મદા ડેમમાંથી પાણીનો જથ્થો છોડવાને લીધે પાણીના ઝડપી પ્રવાહમાં ચાર જેટલા પ્રવાસીઓ તેમજ બોટમાંથી ૮ થી ૧૦ વ્યક્તિઓને લઇને જતી આ બોટે તેનું સંતુલન ગુમાવતાં રાહત બચાવની કામગીરી અંગેનું સફળ મોકડ્રીલ, ફાયરબ્રિગેડ, આપદા મિત્રો, પોલીસ વિભાગ, ૧૦૮-એમ્બ્યુલન્સ સેવા વગેરેની ઉપસ્થિતિમાં યોજાયું હતું.

પોઇચા ગામે નર્મદા નદીના કાંઠેથી ચાર પ્રવાસીઓના પાણીમાં ડુબવાની તેમજ ગ્રામજનોને કુબેર ભંડારીએ લઇ જતી બોટમાંથી એક વ્યકિતની ડુબવાની ઘટનાં સર્જાયા બાદ તેની જાણ મોબાઇલ ફોન દ્વારા ગ્રામજનો તરફથી રાજપીપલા મુખ્યમથકે કાર્યરત જિલ્લા ડિઝાસ્ટર કંન્ટ્રોલ રૂમને કરાઇ હતી.

જિલ્લા ડિઝાસ્ટર કંન્ટ્રોલ રૂમને આ ઘટનાની જાણકારી મળતાંની સાથે જ વડોદરાની એન.ડી.આર.એફ તેમજ રાજપીપલા નગરપાલિકાની ફાયરબ્રિગેડ અને આપદા મિત્રની ટીમની રાહત બચાવ માટે મદદ માંગવામાં આવતાં, એન.ડી.આર.એફ નાં કમાન્ડન્ટશ્રી રાજેશ કુમાર મહલાવતના નેતૃત્વ હેઠળ રાહત બચાવ હેઠળના તમામ જરૂરી સાઘનો સાથેની ફલ્ડ રેસ્કયુ ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને સુરક્ષાના તમામ ઉપાયો સાથે આ દુર્ઘટનામાં ડૂબી રહેલી વ્યકિતઓ માટે બચાવ રાહત કાર્ય હાથ ધરાયું હતું, જે પૈકી ત્રણ વ્યક્તિઓને હેમખેમ રીતે નદીમાંથી બહાર કઢાયાં હતાં અને તેમાં ગંભીરપણે અસરગ્રસ્ત બે વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપ્યાં બાદ વધુ સારવાર માટે રાજપીપલા સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. આ મોકડ્રીલમાં એન.ડી.આર.એફ ટીમ દ્વારા સેટેલાઇટ આધારિત સંચાર ઉપકરણો, અંડર વોટર સર્ચ કેમેરા, સોનાર સિસ્ટમ, સ્કુબા સેટ, મોટર સંચાલિત બોટ વગેરે જેવા સાધનો ઉપયોગમાં લેવાયા હતા.

એન.ડી.આર.એફ નાં કમાન્ડન્ટ રાજેશ કુમાર મહલાવતે આ મોકડ્રીલ સંદર્ભે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, પોઇચા ગામે નર્મદા નદીમાં ચાર વ્યક્તિઓ ગ્રામજનો સાથેની બોટમાંથી એક વ્યક્તિ ડુબી રહ્યો હોવાના અહેવાલ રાજપીપલા ડિઝાસ્ટર વિભાગ તરફથી અમોને મળતાની સાથે જ અમારી એન-ડી.આર-એફની ટીમ તુરંત જ ઘટના સ્થળે આવી પહોંચી બચાવ રાહત કાર્ય હાથ ધરીને તમામને બચાવી લીધા હતા અને તેમાથી બે વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તુરંત જ જિલ્લાની હોસ્પિટલ ખાતે ખસેડાયા હોવાનું મહલાવતે ઉમેર્યું હતું. આ મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક લોકોમાં પૂરથી બચવા માટેની વિવિધ પ્રકારની જાણકારી પૂરી પાડવા ઉપરાંત આ પ્રકારની આપત્તિ અને દુર્ઘટનાંને પહોંચી વળવાં માટેનો હોવાનું તેમણે જણાવ્યું હતું.

Advertisement

રાજપીપલાના ડિઝાસ્ટર વિભાગના ડી.પી.ઓ સાયબલ સરકારે દુર્ઘટનાં ન સર્જાય તે માટે લેવાતાં સાવચેતીના તમામ પગલાંઓ તેમજ દુર્ઘટનાં બાદ હાથ ધરાતી રાહત-બચાવ કામગીરીમાં આવરી લેવાતી બાબતો અંગે લોકો માહિતગાર થાય તે માટે મોકડ્રીલનું આયોજન કરાયું હોવાનું જણાવ્યું હતું.

જ્યોતી જગતાપ, રાજપીપલા


Share

Related posts

ઝઘડીયા : રાજપારડી ચોકડી નજીક માર્ગ પર લાંબા સમયથી મેટલોનાં ઢગલાથી વાહનચાલકોને પડતી હાલાકી.

ProudOfGujarat

તા.20/7/2020 નાં સવારે 12 વાગ્યા સુધીમાં કોરોનાનાં 9 પોઝીટિવ દર્દી જણાયા.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાનાં ગોધરા શહેરમાં કોરોનાનો વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો જિલ્લામાં અત્યાર સુધી કુલ 2 કેસ નોંધાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!