રાજ્ય ચૂંટણી પંચ દ્વારા માહે ડિસેમ્બર,૨૦૨૧ ના માસમાં યોજાનારી ગ્રામ પંચાયતોની સામાન્ય તથા વિભાજન/મધ્યસ્થ/પેટાચૂંટણીના અનુસંધાને આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ છે. જેથી હવે પછી નર્મદા જિલ્લામાં યોજાનાર “સેવા સેતૂ” કાર્યક્રમો આચારસંહિતા અમલમાં હોય ત્યાં સુધીના તમામ “સેવાસેતૂ” કાર્યક્રમો મોકુફ રાખવામાં આવ્યાં છે, જેની નર્મદા જિલ્લાની જાહેર જનતાને તેમજ સંબંધિત અધિકારીઓએ નોંધ લેવા નિવાસી અધિક કલેક્ટર નર્મદાએ જણાવ્યું છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા
Advertisement