Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : ગ્રામ પંચાયતની ચૂંટણી અધિકારીઓ સહિત કુલ-૮૪ જેટલાં અધિકારીઓને ચૂંટણીલક્ષી ફરજ માટે તાલીમ અપાઈ.

Share

નર્મદા જિલ્લામાં આગામી તા.૧૯ મી ડિસેમ્બરના રોજ યોજાનારી ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજન, મધ્યસત્ર પેટાચૂંટણી-૨૦૨૧ અન્વયે મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે સુપેરે પાર પડે તે માટે ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારીઓ સહિત કુલ-૮૪ જેટલાં અધિકારીઓને તેમની ફરજના ભાગરૂપે કરાયેલા તબક્કાવાર તાલીમ આયોજન અન્વયે આજે રાજપીપલાના ડૉ. બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે ચૂંટણીલક્ષી તાલીમ યોજાઇ હતી.

રાજ્ય ચૂંટણી આયોગના અધિકારી અને નાંદોદના પ્રાંત અધિકારી કે.ડી.ભગતે આ તાલીમમાં ચૂંટણી નોટીસો, જાહેરનામાં પ્રસિધ્ધ કરવા, ઉમેદવારીપત્રો ભરવાં, ઉમેદવારીપત્રો કઇ રીતે ચકાસણી કરવાં ઉપરાંત ઉમેદવાર ઉમેદવારીપત્ર પરત ખેંચે ત્યારે કઇ કઇ બાબતો ધ્યાનમાં રાખવી તેમજ ઉમેદવારી પત્રો ચકાસણી કરતી વખતે જે તે ઉમેદવારોના નામની સામે તેમને અપાયેલા ચૂંટણી ચિન્હો બરોબર જ છે ને ? તેની પૂરતી કાળજી રાખવા અંગે જરૂરી સૂચના સાથે ભગતે માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.

પુનઃ મતદાન કરવાની જરૂર જણાય તો કઇ બાબતો ધ્યાનમાં રાખવી, મતદાન મથકના ફરજ પરના અધિકારીઓને જુદા જુદા વૈધાનિક ફોર્મની વિગતો ભરવા ઉપરાંત બેલેટ પેપરથી મતદાન કરતી વખતે મત પેટી રિસીવીંગ-ડિસ્પેસીંગ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી નિદર્શન સાથે મતદાનના દિવસે સમયસર કરવાની થતી કામગીરી અંગેનું વિસ્તૃત માર્ગદર્શન પણ આ તાલીમમાં પુરું પડાયું હતું.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરુચ નગર પાલિકાની બેદરકારી અને ખાડે ગયેલ વહીવટ સામે નિવૃત કર્મચારીના આમરણ ઉપવાસ.

ProudOfGujarat

રાજપીપળા : હેડ ક્લાર્કની પરીક્ષામાં થયેલ ગેરરીતિ અંગે પગલા ભરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના સારસા ગામે નવનિર્મિત પંચાયત ઘરનું કરાયું લોકાર્પણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!