Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : તિલકવાડા તાલુકાના ગમોડ ગામે હાઇવે રોડ ઉપર બે મોટર સાઇકલ અકસ્માતમાં એકનું મોત.

Share

તિલકવાડા તાલુકાના ગમોડ ગામે હાઇવે રોડ ઉપર બે મોટર સાઇકલ અકસ્માતમા એકનું મોત નીપજ્યું છે. આ અંગે અકસ્માત મોતનો ગુનો તિલકવાડા પોલીસ મથકે નોંધાઈ છે. જેની ફરિયાદ ફરીયાદી હેમરાજસિંહ કરણસિંહ સીતપુરા (ઉ.વ.રર ધંધો-ખેતી રહે.શનોર તા.ડભોઇ જી.વડોદરા)એ આરોપી મો.સા.નં.GJ -04-CL-0896ના નામઠામ વગરના ચાલક સામે નોંધી છે.

ફરિયાદની વિગત અનુસાર ફરીયાદીના પિતા કરણસિંહ ગંભીરસિંહ સીતપુરા ગમોડ ગામે જતા હતા તે વખતે ડભોઇ તરફથી આવતી મો.સા.નં.GJ-04-CL-0896 ના ચાલકે પોતાના કબ્જાની મો.સા. પુરઝડપે અને ગભલતભરી રીતે હંકારી લાવી ફરીયાદીના પિતાજીની મો.સા.નં.G -06-M-6631 ને પાછળથી અથાડી દઇ ફરીયાદીના પિતાને માથાના ભાગે તથા જમણા પગે ગંભીર ઇજાઓ પહોંચાડતા તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું અને પોતાની મો.સા.મુકી નાસી જઇ ગુનો કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંઘી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ : નબીપુર ગામે NRI મહેમાનોનું ગ્રામ પંચાયત દ્વારા સન્માન કરાયું.

ProudOfGujarat

થાઈલેન્ડના મંદિરમાં ડ્રગ્સને લઈને દરોડા, નશાની હાલતમાં મળ્યા તમામ પૂજારી, જેલના બદલે પહોંચ્યા…

ProudOfGujarat

વાંકલ, માંગરોળ, ઉમરપાડા તાલુકામાં કમોસમી વરસાદી માહોલ જામ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!