Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડા મોવી હાઇવે રોડ ઘાંટોલી ગામે કન્ટેનર અને ઇકો ગાડીને અકસ્માત નડતા ઇકો ગાડીમાં બેસેલ 7 પેસેન્જરોને ઇજા.

Share

ડેડીયાપાડા મોવી હાઇવે રોડ ઘાંટોલી ગામના બસ સ્ટેશનથી આગળ ડેડીયાપાડા તરફ આવેલ વળાકમા બમ્પથી આગળ આશરે ૫૦ મીટર દૂર કન્ટેનર અને ઇકો ગાડીને અકસ્માત નડતા ઇકો ગાડીમાં બેસેલ 7 પેસેન્જરોને ઇજા થતાં ચાલક સામે ડેડીયાપાડા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં ફરીયાદી છીતુભાઇ રતનભાઇ રોહિત( ઉ,વ.૪૫ રહે, સોલિયા દવાખાના ફળિયુ તા,ડેડીયાપાડા) એ આરોપી ભુવન કુમાર ઉર્ફે મોનુ પ્રભુ રાય (યાદવ) (રહે.મીરજાપુર હાઇસ્કુલ પાસે તા.ઉસ્તી જી.સારન છપરા(બીહાર) હાલ રહે.આઇ.ટી.સી.ઇન્ડીયા ટ્રમ્પોર્ટ કંપનીની ઓફીસમા શીવાજી માર્કેટ આજવા સર્કલ અમદાવાદ વડોદરા રોડ સામે ડેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

બનાવની વિગત અનુસાર કન્ટેનર નંબર GJ-14-w-2827 ના ચાલક ભુવન કુમાર ઉર્ફે મોનુ પ્રભુ રાય (યાદવ) (રહે.મીરજાપુર હાઇસ્કુલ પાસે તા.ઉસ્તી જી.સારન છપરા (બીહાર) હાલ રહે.આઇ.ટી.સી.ઇન્ડીયા ટ્રાંસ્પોર્ટ કંપનીની ઓફીસમા શીવાજી માર્કેટ આજવા સર્કલ અમદાવાદ વડોદરા રોડ વડોદરા) એ ફરીયાદીની ઇકો ગાડી નંબર GJ-22-H-6248 પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ઓવરટેઇક કરી ઇકો ગાડીને અથાડી અકસ્માત કર્યો હતો અને ઇકો ગાડીને અર્ધ પલ્ટી ખવડાવી શરીરે મુઢ ઇજાઓ પહોચાડી તથા ઇકો ગાડીમાં બેસેલ પેસેન્જર  દિનેશભાઇ રામસિંગભાઇ વસાવા (રહે.પણગામ નિશાળ ફળિયુ તા.ડેડીયાપાડા )ને જમણા ખભાના પાસે ઇજા પહોચાડેલ તથા  સંદિપભાઇ રતિલાલભાઇ વસાવા (રહે.પણગામ નિશાળ ફળિયા) ને ડાબા હાથમાં કાંડાના ભાગે ઇજા પહોચાડી તથા રામજીભાઇ કરમાભાઇ વસાવા (રહે.નવાગામ(ડેડીયાપાડા) નિશાળ ફળિયુ તા.ડેડીયાપાડા) ને જમણા ખભાના ભાગે ઇજા પહોચાડેલ તથા  વિનોદભાઇ ઉક્કડભાઇ વસાવા (રહે.કાબરીપઠાર ટેકરા ફળિયા તા.ડેડીયાપાડા)ને ડાબા હાથમાં ઇજાઓ પહોચાડી તથા સુરેશભાઇ ભરતભાઇ વસાવા (રહે.મોજરા નદી ફળિયા) તથા નિતેશભાઇ કરમસિંગભાઇ વસાવા (રહે.મોજરા તા.ડેડીયાપાડા) તથા વિવેકભાઇ ભરતભાઇ વસાવા (રહે.મોજરા તા.ડેડીયાપાડા ) ને શરીરે મુઢ ઇજાઓ પહોચાડી કુલ સાતને ઇજા પહોંચાડી પોતાનું કન્ટેનર લઇ નાસી જઈ ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા 


Share

Related posts

સુરતમાં સરકારી અનાજનું કૌભાંડ, હરિયાણા-ગુજરાત સરકારી અનાજને ટ્રકમાં સગેવગે કરતો ચાલક ઝડપાયો, મુખ્ય આરોપી સહિત 4 વોન્ટેડ

ProudOfGujarat

સાસરોદ નજીક સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગી.

ProudOfGujarat

લીંબડી બસ સ્ટેશન પાસે આવેલ ચામુંડા શોરૂમમાં આગ લાગતા અફરાતફરી મચી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!