ઘણીવાર મનુષ્ય સર્વાંગ સુંદર હોય છતાં પણ તે અધૂરો હોય છે. તો કેટલાક લોકો એવા પણ છે એવા પણ છે જેમની પાસેથી કુદરતે એક ઇન્દ્રિય છીનવી લીધી હોય તો પણ પણ એની પાસે રહેલી અમાપ શક્તિ દ્વારા ઘણા કામો કરી શકે છે.
આજે આપણે વાત કરવી છે નર્મદા જિલ્લાના પ્રજ્ઞાચક્ષુ યુવક જય પટેલની, નર્મદા જિલ્લાના નાનકડા ધાનપુર ગામે જન્મેલા પ્રજ્ઞાચક્ષુ એવા જય પટેલે નાનપણથી જ પોતાની બંને આંખો ગુમાવી હોવા છતાં પણ ધીરજ ગુમાવ્યા વગર માતા-પિતા હાથ લાકડી બનવાનું નક્કી કર્યું અને નોર્મલ સ્ટુડન્ટની સાથે ગ્રેજ્યુએટ થયાં. પોતે પ્રજ્ઞાચક્ષુ હોવાથી અંધ લોકોની સમસ્યા કેવી હોઇ શકે તે પોતે અનુભવી હતી. તેથી નર્મદા જિલ્લામાં તેમણે પ્રજ્ઞાચક્ષુઓ માટે કંઈક સારુ કામ કરવાનું નક્કી કર્યું. તેમને રોજગારી મળે, બ્રેઈલ લિપિમાં લખવા વાંચવા સંબંધી સમસ્યાઓમાં મદદરૂપ થવું અને પોતાનું જીવન કેવી રીતે આગળ વધે તે માટે કામ કરવા પ્રજ્ઞાચક્ષુઓ માટે જય ફાઉન્ડેશનની રચના કરી છે અને આજે ધાનપોર ગામે નર્મદા જિલ્લામાં સૌ પ્રથમવાર
પ્રજ્ઞાચક્ષુઓ માટે જય ફાઉન્ડેશનના નેજા હેઠળગીત સંગીત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાંરાવ ફાઉન્ડેશન અમદાવાદના છાયાબેન પંડ્યા તેમજ ગોધરા શાળા મંડળના સંચાલક ઈન્દ્રવદન જોશી જેઓ પોતે પણ પ્રજ્ઞાચક્ષુ છે. તેમજ જન કલ્યાણ સેવા ટ્રસ્ટના પ્રમુખ, વોઇસ ઓફ નર્મદા અખબારના તંત્રી શ્રીમતી જ્યોતિબેન જગતાપ, ગામના આગેવાન રોશન પટેલ, જિલ્લા ભાજપા અગ્રણી નીલ રાવ, અલ્પાબેન ભાટિયા વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવી કાર્યક્મને ખુલ્લો મુકાયો હતો. આ કાર્યક્રમમાં 7 જેટલાં પ્રજ્ઞાચક્ષુઓએ પોતાની અંદર છૂપાયેલ પોતાની શક્તિ અને કળા દ્વારા સુંદર ગીતસંગીતનો રજૂ કરાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી સૌને મંત્ર મુગ્ધ કર્યા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોને પ્રજ્ઞાચક્ષુઓની કળાને બિરદાવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે ગુંડે જય ફાઉન્ડેશનના સંચાલક જય પટેલે જણાવ્યું હતું આજે સાત જેટલા પ્રજ્ઞાચક્ષુઓને પ્રોત્સાહિત કરવા સૌ પ્રથમવાર નર્મદા જિલ્લામાં પ્રજ્ઞાચક્ષુઓ માટે કાર્યક્રમ યોજ્યો છે તેનો મને આનંદ છે. અંધજનોની સમસ્યાઓ અને તેમને રોજગારીના પ્રશ્નો હલ કરવા માટે કરવા માટેની તમન્ના દર્શાવી હતી. આ પ્રસંગે જન કલ્યાણ સેવા ટ્રસ્ટના પ્રમુખઅને વોઇસ ઓફ નર્મદા અખબારના તંત્રી જ્યોતિબેન જગતાપે જય પટેલને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે જેમની પાસે આંખોની રોશની આંખો ભલે નથી પણ ઈશ્વરે એમને બીજી ઇન્દ્રિયો ખુબ જ સતેજ બનાવી છે. ત્યારે આ શક્તિઓનો ઉપયોગ કરીને આગળ વધી શકાય છે. આવા પ્રજ્ઞાચક્ષુઓ માટે આપણે જેટલું સહકાર્ય કરી શકીએ એટલું ઓછું છે. આ લોકો જીવનમાં કેવી રીતે આગળ વધે અને સમાજના પ્રવાહમાં કેવી રીતે જોડાઈ શકે તે માટેના આપણે સૌએ મળીને સહિયારા પ્રયાસો કરવા જોઈએ.
આ પ્રસંગે સંસ્થા દ્વારા તમામ પ્રજ્ઞાચક્ષુઓનું તથા મંચસ્થ મહાનુભાવો પુષ્પગુચ્છથી સ્વાગત કરી સન્માન કરાયું હતું.
જ્યોતિ જગતાપ, રાજપીપલા