ભરુચ અને નર્મદાની જીવાદોરી સમાન ધારીખેડાની નર્મદા
સુગર ફેક્ટરીને બેસ્ટ મેનેજમેન્ટનો અને ગયા વર્ષનો ફાઇનાન્સિયલ મેનેજમેન્ટનો એમ બે નેશનલ એવોર્ડ મળ્યા છે.જેનાથી સભાસદો અને ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે.
નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલના જણાવ્યા અનુસાર અમારી ટીમે કરસર યુક્ત વહીવટ કરીને ઉત્તમ પ્રકારની ખાંડ ઉત્પાદન કરવાની આ કામગીરી બદલફરી એક વાર નેશનલ એવોર્ડ મળ્યો છે.જેઅમારા માટે ગૌરવની વાત છે. નર્મદા જિલ્લાની એક માત્ર ધારીખેડાની આ સુગર ફેક્ટરી છે. જે બેસ્ટ મેનેજમેન્ટ અને બેસ્ટ ખાંડ રિકવરીમાં દેશની સુગર ફેક્ટરીઓમાં પ્રથમ આવી છે. ગતવર્ષે પણ પ્રથમ આવી હતી પરંતુ કોરોનાને કારણે ગત વર્ષે એવોર્ડ ફંક્શનના યોજાતા 2020 બંને વર્ષ માં દેશમાં અગ્રેસર રહેનાર નર્મદા સુગરની ટીમને બે
ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા, અમારી ટીમ દિલ્હી જઈને એવોર્ડ લઈને પરત ફરી છે. મેનેજર નરેન્દ્ર પટેલ, વાઇસ ચેરમેન અજય સિંહ પરમાર, તથા સમગ્ર બોર્ડ ડીરેક્ટરો, કર્મચારીઓની મહેનત, સહકાર અને સફળતાનું આ સહિયારું પરિણામ છે. એ માટે હું મારી ટીમને અભિનંદન પાઠવું છું. આ એવોર્ડને સભાસદોએ પણ આવકાર્યા હતા.
નર્મદા સુગર ફેક્ટરીનું સફળ સંચાલન ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ છેલ્લા 5 ટર્મથી કરી રહ્યા છે જેને કારણે નર્મદા સુગર પ્રતિ વર્ષ ઉત્તરોત્તર પ્રગતિના સોપાનો સર કરી રહી છે.ઉત્તમ ક્વોલિટી ખાંડનું ઉત્પાદન કરી દેશ વિદેશમાં સલ્ફર લેસ ખાંડ એક્સપોર્ટ કરી રહી છે. આજે દેશની અન્ય સુગર ફેક્ટરીઓમાં નર્મદા સુગર પ્રથમ હરોળમાં આવી ગઈ છે. જે આપણા સૌ માટે ગૌરવની વાત કહેવાય.
અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા સુગરને બેસ્ટ મેનેજમેન્ટ, કરકસર યુક્તવહીવટ, ઉત્તમ કોલીટીનીખાંડ,સલ્ફર લેશ ખાંડ, ઓર્ગેનિક ખાંડ બનાવી ને વિદેશોમાં એક્સપોર્ટકરતી અને સૌથી વધુ મોલાસીસ ઉત્પાદન કરતી સુગર ફેક્ટરી બની છે.
આ પ્રસંગે નર્મદા સુગરને મળેલ એવોર્ડ અંગે ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે નેશનલ સુગર ફ્રેડરેશન, નવી દિલ્હી દ્વારા ગયા વર્ષે અને આ વર્ષે ફાઇનાન્સિયલ મેનેજમેન્ટનો નેશનલ એવોર્ડ ફરી એકવાર નર્મદા સુગરને મળ્યો છે. સમગ્ર ભારત દેશની સહકારી સંસ્થાઓના નર્મદા સુગરને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે એ સંસ્થા માટે ગૌરવપ્રદ છે.આ એવોર્ડની આગામી ૧૬મી નવેમ્બરના રોજ નવી દિલ્હી મુકામે કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં નર્મદા સુગરને એનાયત કરાયો હતો નર્મદા સુગરનો આ 20મો એવોર્ડ છે. જેમાં નેશનલ લેવલના 16 એવોર્ડ અને સ્ટેટ લેવલના 4 એવોર્ડનો સમાવેશ થાય છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા