રાજપીપળા સહીત નર્મદા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર પછી રાજપીપલામાં અચાનક કમોસમી ધોધમારવરસાદ તૂટી પડયો હતો. આ ભારે વરસાદથી રાજપીપળામાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હતી.
હાલ શિયાળાની માંડ શરૂઆત થઈ છે. ઠંડી માંડ શરૂ થઈ છે ત્યાં જ આજે શિયાળાના પ્રારંભે વરસાદ તૂટી પડતા આ કમોસમી વરસાદથી સૌ ચોકી ઉઠ્યા છે. આજે અચાનક રાજપીપલામાં ધોધમાર વરસાદ તૂટી પડતા ઠેર ઠેર પાણી ભરાતા ચોમાસાની ઋતુનો શિયાળામાં પ્રારંભ થયાનો અહેસાસ થયો હતો. જોકે આ કમોસમી વરસાદથી તુવેર, કપાસ જેવા પાકને ભારે નુકશાન થયાના અહેવાલ છે. જોકે વેપારીઓએ બહાર મેદાનોમાં મુકેલો કપાસ પલળી જતા ભારે નુકશાન થતાં વેપારીઓ ચિંતિત બન્યા છે.
દીપક જગતાપ, રાજપીપલા
Advertisement