દિનેશભાઇ અડવાણી
રાજપીપલા સરકારી પોલીટેકનીકના મિકેનિકલ ડિપાર્ટમેન્ટના ફાઇનલ ઈયરના વિદ્યાર્થીઓએ પોતાના પ્રોજેક્ટ અર્થે બેટરીથી સંચાલિત ઇલેક્ટ્રિક કાર બનાવી છે.આ કાર બનાવવા માટે ત્રણ વિદ્યાર્થીઓની ટીમે કામ કર્યું હતું.જેમાં હર્ષ ગાંધી,સ્વપ્નિલ જાદવ, જય વસાવા નો સમાવેશ થાય છે અને વિદ્યાર્થીઓને ગાઈડન્સ મીર ઇકબાલ તથા સ્નેહલ પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું.આ કાર બનાવવા માટે વિદ્યાર્થીઓને ૨ મહિના જેટલો સમય તથા અંદાજે ૧.૨૦ લાખનો ખર્ચ થયો હતો.કારની વિશેષતા જોઈએ તો આ કારમાં ૪ બેટરી લગાવવામાં આવી છે.બેટરીને ફુલ ચાર્જ કરવામાં આવે તો ૬૦ Km /h ની સ્પીડ પર ૭૦ કિલોમીટર સુધી ચાલે છે.આ કારની ડિઝાઈન ફન્ટી અને મારુતિ વેન કારના પાર્ટ્સને મોડીફાઇડ કરીને બનાવવામાં આવી છે. વિદ્યાર્થીઓ સાથેની ખાસ વાતચીતમાં તેમને જણાવ્યું હતું કે ભવિષ્યમાં જો સરકાર મદદ કરે તો આ કાર પર સોલાર પેનલ લગાવી આ કારની રેન્જ ને ૭૦ કિલોમીટર થી વધારીને ૧૫૦ કિલોમીટર કરી શકાય છે.વિદ્યાર્થીઓએ આ અનોખી સિદ્ધિ દ્વારા કોલેજનું નામ રોશન કર્યું છે.